Accident on Mehsana Chansma Highway : ચાણસ્મા મહેસાણા હાઇવે રોડ ઉપર આજે વહેલી સવારે માર્ગ અકસ્માતની એક ઘટના બની હતી જેમાં નિરમાં કંપનીની લક્ઝરી બસ અને મીની ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુન મોત થયું હતું જ્યારે બે મહિલાઓને નાની મોટી ઈજાઓ થતાં સારવાર માટે મહેસાણા લઈ જવામાં આવ્યા હતા.
ચાણસ્માના ધિણોજ ગામના વતની પટેલ ભરતકુમાર હરગોવિંદભાઈ ઉંમર વર્ષ 45 રહે કામ અર્થે ટ્રેકટર લઇ મહેસાણા તરફ જઈ રહ્યા હતા.ત્યારે રસ્તામાં પાછળ થી આવી રહેલ નિરમા કંપનીની બસના ચાલકે કોઇ કારણોસર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી ધડાકાભેર ટ્રેકટર ને હડફેટે લઇ ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ભરતભાઈનું નીચે પડતા ગંભીરઇજાઓના કારણે ઘટના સ્થળ જ મોત નિપજયું હતુ. ઘટના મામલે પોલીસને જાણ થતા મૃતક ની લાશ નું પંચનામુ કરીને પી એમ માટે લણવા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી.
ટ્રેક્ટર ઉપર પિતા સાથે પુત્રી પણ સવાર હતી બસની ટક્કર વાચતા જ બંને ફંગોળાયા હતા. સદનશી બે દીકરી દૂર પડતા ગંભીર ઇજાઓ પહોંચી ન હતી. પિતાની નજર સામે છે પિતા મોતને ભેટતા પુત્રીના જોરદાર આંસુને લઈ રસ્તા ઉપર કરુણતા ભર્યા દ્ર્શ્યો સર્જાયા હતા.