Education policy

Education policy

નવી શિક્ષણ નીતિ (Education policy) ના ભાગરુપે તમામ રાજ્યોની સરકારોને અંતિમ ડ્રાફ્ટ મોકલી આપ્યો છે. જેમાં દરેક ધોરણમાં ભણતા બાળકની સ્કૂલ બેગનુ વજન કેટલુ હશે તે નક્કી કરવામાં આવ્યુ છે. આ નીતિમાં કરાયેલી જાહેરાત પ્રમાણે ધો.1 થી 12ના વિદ્યાર્થીઓ મહિનામાં દસ દિવસ સ્કૂલ બેગ લીધા વગર સ્કૂલે જશે.દરેક રાજ્યે આ નીતિનુ પાલન કરવુ પડશે અને દેશની દરેક સ્કૂલમાં તેને લાગુ કરાશે.

નવી નીતિના ભાગરુપે ધો.6 થી 8ના વિદ્યાર્થીઓને વોકેશનલ કોર્સિસ પણ ભમાવાશે. જ્યારે ધો.6 થી 12ના વિદ્યાર્થીઓને વેકેશનમા વ્યવસાયિક કામ કરવાની પણ છુટ અપાશે.

સ્કૂલ બેગનુ વજન કેટલુ હોવુ જોઈએ તેના પર નીતિમાં સ્પષ્ટતા કરાઈ છે. જે પ્રમાણે ધો.10ના વિદ્યાર્થીના સ્કૂલ બેગનુ વજન તેના શરીરના વજનના 10 ટકા કરતા વધારે હોવુ જોઈએ નહીં. જ્યારે પ્રી પ્રાઈમરીના બાળકો માટે કોઈ સ્કૂલ બેગ નહી હોય.

આ પણ જુઓ : રાજકોટ અગ્નિકાંડમાં હોસ્પિટલના કર્મચારી અજય વાઘેલાએ કર્યું સાહસ ભર્યું કામ

સ્કૂલબેગનુ વજન માપવા માટે એક ડિજિટલ મશિન રાખવામાં આવશે. આ મશિન દરેક સ્કૂલમાં રાખવુ પડશે. બાળકોની સ્કૂલ બેગનુ વજન આ રીતે નક્કી કરાયુ છે. નીતિ મુજબ ધો 1 અને 2માં 1.6 થી 2.2 કિલો વજન, ધો. 3 થી 5માં સ્કૂલ બેગનુ વજન 1.7 થી 2.5 કિલો, ધો.6 થી 7માં 2 થી 3 કિલો વજન, ધો.8 થી 10માં વજન 2.5 થી 4.5 કિલો અને 11 અને 12 ધોરણમાં 3.5 થી 5 કિલો વજન નક્કી કરાયું છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024