Online Eduction
થાટીપુર વિસ્તારના દર્પણ કોલોનીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાંચમા ધોરણમાં ભણતા 11 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીએ ઓનલાઈન ક્લાસ (Online Eduction) અટેન્ડ કર્યા હતા.
ઘરના બાથરૂમમાં વિદ્યાર્થી ટાઈથી બનેલા ફંદામાં લટકેલી હાલતમાં મળ્યો. જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને હાલ મામલાની તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. ઘટનાસ્થળેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. ત્યારબાદ હવે ઠાટીપુર પોલીસ અને ફોરેન્સિક ટીમ આત્મહત્યાના કારણની શોધમાં લાગી છે.
આ કેસમાં આરપી ખરે સબ ઈન્સ્પેક્ટરનું માનવું છે કે હાલ તો ઉતાવળમાં ઓલાઈન ક્લાસને આત્મહત્યાનું મુખ્ય કારણ માની શકાય નહીં. આવામાં પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે.
આ પણ જુઓ : જમ્મુ કશ્મીરમાં 370 કલમ રાડ થયા બાદ 28 નવેંબરે ડીડીસીની પહેલી ચૂંટણી
પિતા અલ્કેશ સક્સેનાએ જણાવ્યું કે મૃતક વિદ્યાર્થી સાર્થક ભણવામાં ખુબ હોશિયાર હતો. સાર્થક બે ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતો હતો. પહેલો ક્લાસ બપોરે 1:30 થી 2:00 વાગ્યાનો અને બીજો ક્લાસ બપોરે 3:00 થી 3:30 વાગ્યા સુધી ચાલતો હતો. ઓનલાઈન સ્કૂલ ક્લાસ અટેન્ડ કર્યા બાદ પણ સાર્થક ઓનલાઈન વીડિયોથી અભ્યાસ કરતો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.