Online Fraud
- આજકાલ ઓનલાઇન ફ્રોડ(Online Fraud) બહુ વધી રહ્યા છે. તેવોજ એક કિસ્સો સુરતમાં બન્યો છે.
- લૉકડાઉન દરમ્યાન Idea કંપનીનું સીમ કાર્ડ 3G માંથી 4G માં અપગ્રેડ કરાવવાના બહાને ફ્રોડ કોલ અને ટેક્સ મેસેજ મોકલાવી ICICI બેંકની ઓનલાઇ પેમેન્ટની એપ્લિકેશન હેક કરી લેબર કોન્ટ્રાક્ટરની પત્નીના ખાતામાંથી રૂપિયા 6.40 લાખ ઉપાડી લેવાની ઘટના સામે આવી છે.
- ત્યારબાદ આ લેબલ કોન્ટ્રાકટર દ્વારા ઘટનાની પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ શરુ કરી છે.
- સુરતના પાંડેસરા વિસ્તારમાં જલારામ નગર ખાતે રહેતા રવિન્દ્ર લીલાચંદ પટેલને લોૉકડાઉન સમયે 17 મેના રોજ મોબાઇલ નં. 6289065632 પરથી કોલ આવ્યો હતો.
- કોલ કરનારે પોતે આઇડીયા કેરમાંથી બોલું છું અને તમારું સીમ કાર્ડ 3G માંથી 4G માં અપગ્રેડ કરવું પડશે નહી તો 24 કલાકમાં સીમ કાર્ડ બંધ થઇ જશે. એમ કહી મોબાઇલ નં. 8637884553 પરથી સીમ કાર્ડ નંબર લખેલો ટેક્સ મેસેજ મોકલાવ્યો હતો.
- તદુપરાંત આ મેસેજ 12345 પર ફોરવર્ડ કરવાનું કહ્યું હોવાથી Y લખીને રવિન્દ્રએ મેસેજ Idea કંપનીના 59461 પર ફોરવર્ડ કર્યો હતો.
- આ પણ જુઓ : ahemdabad : સગીરાનો Video viral કરનાર આરોપી ઝડપાયો
- Ahemdabad : છ વર્ષની દીકરીને ધાબા પરથી ફેંકી માતાએ કરી આત્મહત્યા
- બે દિવસ બાદ રવિન્દ્રનો મોબાઇલ નંબર ICICIના ઓનલાઇન ખાતા સાથે ક્નેક્ટ હતો તે હેક કરી 28 ટ્રાન્જેક્શન દ્વારા રોક્ડ ઉપાડી લીધી હતી.
- બેંકમાં માત્ર રૂપિયા. 74,156 જ બેલેન્સ રહ્યું હતું.
- તા. 18 મેના રોજ 13 ટ્રાન્જેક્શન થકી રૂપિયા 4,29,919 ટ્રાન્સફર કર્યા હતા જે પૈકી રૂા.1,49,900 રીફંડ થયા હતા.
- જયારે તા. 19 ના રોજ 15 ટ્રાન્જેક્શન થકી રૂપિયા 3,70,047 ટ્રાન્સફર કર્યા હતા તે પૈકી માત્રરૂપિયા 10 હજાર રીફંડ થયા હતા.
- ત્યારબાદ સાયબર ક્રાઇમ સેલ અને ત્યાર બાદ પાંડેસરા પોલીસમાં ઓનલાઇન ફ્રોડ(Online Fraud) ની ફરિયાદ નોંધાવતા પોલીએ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News