Rajasthan: રૂ.4 કરોડની ઠગાઈ કરનારી ગુજરાતની આ કંપની સામે લોકોએ કરી ફરિયાદ

પોસ્ટ કેવી લાગી?

Rajasthan

  • (Rajasthan) રાજસ્થાનના બાડમેરમાં એક કંપનીનું સ્કેમ સામે આવ્યું છે,
  • આ સ્કેમમાં ગુજરાતની એક કંપની લોકો પાસેથી રૂ. 4 કરોડની ઠગાઈ કરી ફરાર થઈ ગઈ છે.
  • તો આ ફ્રોડ કંપની સામે સેંકડો લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
  • પોલીસે કંપની સામે કેસ નોંધ્યા વગર તપાસ શરૂ કરી છે.
  • ફ્રોડ કંપનીના શિકાર બનેલા પીડિતોએ પોલીસને જણાવ્યું હતું કે, અમદાવાદની મેસર્સ ડોરોટાઇઝર્સ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ઠગાઈ કરવામાં આવી હતી.
  • (Rajasthan) રાજસ્થાનના બાડમેરના 819 લોકોને આ કંપની દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી.
  • તો દરેક વ્યક્તિ પાસેથી 45-45 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેના બદલામાં તેઓને 1-1 LED ટીવી આપવામાં આવ્યા હતા.
  • કંપનીએ આ લોકોને કહ્યું હતું કે, ટીવી પર તેમની ચેનલ દરરોજ 4 કલાક જોયા પછી, 9 મહિના માટે દર મહિને રૂ. 9 હજાર પાછા આવશે.
  • તો પાંચ વર્ષ પછી, ટીવીના બદલામાં લેવામાં આવેલા રૂ. 45 હજારમાંથી રૂ. 44 હજાર પણ પાછા આપવામાં આવશે.
  • તેમજ આ કંપનીએ રૂ. 44 હજારનો એડવાન્સ ચેક પણ આપ્યો હતો.
  • એટલું જ નહિ, ગ્રાહકોને વિશ્વાસ આપવા માટે, તેમની સાથે રૂ. 100ની નોટરી પર કરાર પણ કરવામાં આવ્યો હતો.
  • (Rajasthan) રાજસ્થાનના બાડમેરની રોય કોલોનીમાં રહેતા જીતેન્દ્ર શર્માને 15 માર્ચ 2019ના રોજ આ કંપનીની ડીલરશીપ લીધી હતી
  • તથા તેના બદલામાં તેમની પાસેથી રૂ. 5 લાખની સિક્યુરિટી ડિપોઝિટ પણ જમા કરાવાઈ હતી.
  • જ્યારે જીતેન્દ્ર શર્મા સ્કિમમાં ગ્રાહકો જોડાતા ત્યારે શર્માને તેનું કમિશન મળતું હતું.
  • આ કંપનીએ લોકોને એવી લાલચ આપી હતી કે,45 હજાર, 51 હજાર, 79 હજાર, 81 હજાર અને 83 હજાર રૂપિયાથી સ્કીમને અપડેટ કરવા પર દર મહિને રૂ. 5 હજારના બદલે રૂ. 11,500 આપવામાં આવશે.
  • તો આ લાલચમાં ઘણા લોકોએ ફસાઈને યોજનાને પણ અપડેટ કરી હતી.
  • કંપનીના ખાતામાં 819 લોકોએ કુલ રૂ. 4.15 કરોડ જમા કરાવ્યા હતા.
  • જોકે ,લોકોના ખાતામાં 22 એપ્રિલ સુધી રૂ. 5 હજાર જમા થયા હતા, પછી પૈસા આવવાનું બંધ થઈ ગયું.
  • તો પૈસા ના આવાથી લોકોએ કંપનીનો સંપર્ક પણ કર્યો પરંતુ કંપનીનો ફોન બંધ આવા લાગ્યો.
  • તેમજ ડીલરશીપ લીધેલા જીતેન્દ્ર શર્મા મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે લોકો પૈસાની ઉઘરાણી કરવા તેમના ઘરે આવે છે.
  • મેસર્સ ડોરોટાઇઝર્સ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ આ ઠગાઈ કરનાર કંપની દ્વારા તેની વેબસાઇટ પર લખ્યું છે કે કેવિડ-19 મહામારીને કારણે કંપની અને ગ્રાહકો વચ્ચેનો કરાર થોડા સમય માટે મુલતવી(Postponed)રાખવામાં આવ્યો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures