- પાટણ જિલ્લાના તલાટી કમમંત્રીઓએ મંગળવારે ઇ- ટાસ્ક એપ્લિકેશનમાં ઓનલાઇન હાજરી પુરવાના સરકારના નિર્ણયનો વિરોધ અને બહિષ્કાર કરતાં તંત્ર દ્વારા તલાટી કમમંત્રીઓની કપાત પગારથી રજા મૂકી દેવામાં આવી છે
- બીજી બાજુ આ બાબતે રાજ્ય તલાટી મહામંડળે ઇ-ટાસ્કની અમલવારી બંધ કરવામાં નહીં આવે તો આગામી 2 ડિસેમ્બરથી રાજ્યના તમામ તલાટી કમ મંત્રી રેવન્યુ કામગીરીનો અને એન્ડ્રોઇડ મોબાઈલનો સમ્પૂર્ણ બહિષ્કાર કરશે તેવી મુખ્યમંત્રીને ચીમકી આપવામાં આવી છે.
- પાટણ જિલ્લામાં 260 તલાટી કમ મંત્રીઓ ફરજ બજાવે છે તમામ તલાટીઓને 18 નવેમ્બરથી મોબાઇલમાં એપ્લિકેશનના માધ્યમથી તેમના ફરજના સ્થળ પરથી ઓનલાઇન હાજરી પૂરવા માટે સરકારે આદેશ કર્યો છે.
- પરંતુ તલાટી કમ મંત્રીઓ ઓનલાઇન હાજરી પૂરતા ન હોવાથી તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા 18થી 22 નવેમ્બર 5 દિવસ સુધીની તલાટીઓની સીએલ રજા મૂકી દેવામાં આવી છે.
- જ્યારે 25 નવેમ્બરથી કપાત પગારથી રજા મૂકવાનું શરૂ કરવામાં આવતા તલાટી કમમંત્રીઓમાં રોષ ફેલાયો છે.
- પાટણ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ સુનિલભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ ઓનલાઇન હાજરી અમે પૂરી રહ્યા નથી.
- રાજ્ય મંડળ દ્વારા આ બાબતે સરકારમાં 5 મુદ્દાની રજૂઆત કરાઇ છે. તલાટી કમ મંત્રીઓને માત્ર ઓનલાઇન હાજરીનો જ વિરોધ છે .
- તલાટી કમ મંત્રીઓ નિયમિત ફરજના સ્થળે હાજર રહી સરકાર અને લોકોની કામગીરી કરી રહ્યા છે.
- નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ.એન ચૌહાણે જણાવ્યું હતું કે ઓનલાઇન હાજરી પૂરવામાં ન આવતા તલાટી કમ મંત્રીઓની 18 થી 22 નવેમ્બર સુધી સી.એલ.રજા મૂકવામાં આવી છે
- જ્યારે 25 તારીખથી કપાત પગારથી રજા મુકી દેવામાં આવી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.