Online shopping
- આજકાલ બધા લોકો Online shopping કરતા જ હોય છે.
- તથા આ ઓનલાઇન શોપિંગમાં કેટલીક છેતરપિંડી પણ થતી હોય છે.
- તો સુરત શહેરમાં પણ ઓનલાઇન શોપિંગ (Online Shopping) માં ઠગાઈ થવાનો કિસ્સો સામે આવ્યો છે.
- સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતા હાર્ડવેર વેપારીને ઓનલાઈન લેપટોપ ખરીદતા પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે.
- ઓનલાઇન લેપટોપ ખરીદવા nexastore.com નામની વેબસાઇટ પર ક્રેડિટ કાર્ડ (Credit Card) થી રૂ. 120 નો શિપિંગ ચાર્જ (Shipping Charge) ચૂકવવા જતા ભેજાબાજોએ રૂ. 34 હજાર ઉપાડી લીધા હતા.
- કૈલાશ સાધુરામ અલથાણનાં સ્વસ્તિક શ્રીનાથ કોમ્પ્લેક્ષમાં રહે છે તથા તે સિંઘલ હાર્ડવેરની દુકાન ધરાવે છે.
- કૈલાશ એ ગત તા. 17 ના રોજ લેપટોપ ખરીદવા માટે ગૂગલ પર સર્ચ કરતા nexastore.com નામની વેબસાઇટ ઓપન થઇ હતી.
- જેમાં HP કંપનીના લેપટોપ પર ક્લિક કરતા પેજ ઉપર શિપિંગ ચાર્જ પેટે રૂ. 120 ચૂકવવા જણાવતા કૈલાશે ઇન્ડુસ બેંકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ ચુકવ્યું હતું.
- પેમેન્ટ કર્યાના બીજા દિવસે કૈલાશ પર બેંકમાંથી કોલ આવ્યો હતો કે તમે રૂ. 34 હજારનું ટ્રાન્ઝેકશન કર્યું છે કે? તે તમારા મેસેજમાં ચેક કરો.
- તેથી કૈલાશે તુરંત જ મેસેજ ચેક કરતા રૂ. 20 હજાર, રૂ. 10 હજાર, રૂ. 2 હજારના ટ્રાન્ઝેકશનના મેસેજ હતા.
- જેથી તુરંત જ કૈલાશે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી
- અને બેંકમાં જઇ તપાસ કરતા વધુ એક ટ્રાન્ઝેકશન રૂ. 2 હજારનું થયું હતું.
- આમ ઠગો એ અલગ અલગ રીતે કુલ રૂ. 34 હજાર તફડાવી લીધા હતા.
- જેથી કૈલાશે પોતાનો ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું.
- જોકે, ત્યાર બાદ પણ ભેજાબાજે રૂ. 25 હજારનું ટ્રાન્જેકશન કરવાનો પ્રયાસ કર્યો હતો.
- પરંતુ કાર્ડ બ્લોક હોવાથી સફળતા મળી ન હતી.
- જોકે, આ સમગ્ર બાબતે કૈલાશે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાઇબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધી આ ભેજાબાજનું પગેરું શોધવાના પ્રયાસો શરુ કર્યા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News