આજથી સમગ્ર રાજ્યમાં નવીન શૈક્ષણિક સત્ર ની શરૂઆત થઇ છે ત્યારે હાલ માં કોરોનાવાયરસ ની મહામારી ને લઇ ને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષાઆે મોકુફ રાખી માસ પ્રમોશન આપવામાં આવ્યું છે
ત્યારે હવે નવીન શૈક્ષણિક સત્ર ની શરૂઆત થતાની સાથેજ પાટણ શહેરની વિવિધ શાળાઆે સહિત એકસપરિમેન્ટલ હાઇસ્કુલ ખાતેવિધાર્થીઓ એડમિશન લેવા માટે આવ્યા હતા અને એકસપરિમેન્ટલ હાઇસ્કુલ ખાતે રાજ્ય સરકારના આદેશ અનુસાર હાલમાં આેનલાઇન શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે.
જયાં સુધી સરકારનો નિર્ણય નહિ આવે ત્યાં સુધી આેફલાઇન શિક્ષણકાર્ય શરૂ નહી કરાય. આ સાથે સાથે હાલમાં સ્ટાફની ૧૦૦ ટકા હાજરી રહશે અને શિક્ષકો દ્વારા આેનલાઇન શિક્ષણ આપવામાં આવશે.તો શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે જણાવ્યું હતું
કે દસમા ધોરણની માર્કશીટ આવી નથી પરંતુ રાજય સરકારના આદેશ અનુસાર એડમિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.