Patan
સમગ્ર દેશમાં COVID-19ને પગલે પાટણ (Patan) જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીતસિંઘ ગુલાટી દ્વારા નવો હુકમ જારી કર્યો છે. જેમાં લગ્ન તથા સત્કાર સમારંભ, અન્ય ઉજવણી માટે 200 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરી શકાશે.
જેથી લગ્ન પ્રસંગોને લઇ 200 વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી છે. તે ઉપરાંત ખુલ્લા કે બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50%થી વધુ ના હોવા જોઈએ.
આ પણ જુઓ : ઉર્વશી રૌતેલાએ ‘અરબ ફેશન વીક’માં પહેર્યો 37 કરોડનો ડ્રેસ
આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 188 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ 51 થી 60ની જોગવાઇ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.