કોરો મહામારીથી અનેક લોકોને આર્થિક રીતે મોટો ફટકો પડયો છે. તેમાં ઓરકેસ્ટ્રા કલાકારોનો પણ સમાવેશ થાય છે.

ઓરકેસ્ટ્રા કલાકારો શુભ પ્રસંગોમાં તેમજ નવરાત્રીમાં સ્ટેજ પર કામ કરી પોતાની રોજીરોટી મેળવતા હોઇ છે.

છેલ્લા સાત મહિનાથી બેકાર બનેલા ઓરકેસ્ટ્રાના કલાકારો સરકારને સવાલ પૂછી રહ્યા છે કે શું 200 લોકો ગરબા રમશે તો કોરોના નહીં થાય?

ઓરકેસ્ટ્રા કલાકરોનું કહેવું છે કે છેલ્લા છ-સાત મહિનાથી તેમની પાસે કામ નથી. તેમને આશા હતી કે નવરાત્રીમાં તેમનું સારું કામ મળશે. પરંતુ સરકારે આ આશા પર પાણી ફેરવી દીધું છે. તેઓ માંગણી કરી રહ્યા છે છે કે સરકાર તેમને કોઈ આર્થિક મદદ કરે.

કલાકારોનું કહેવું છે કે, સરકારે પોતાના નિર્ણય વિશે ફરીથી વિચાર કરવાની જરૂર છે. કારણ કે 200 લોકો ગરબા રમશે તો કોરોના નહીં ફેલાય અને ઓરકેસ્ટ્રાના પાંચથી સાત લોકો મંચ પર વગાડશે તો કોરોના થશે તે દલીલ કેટલી વ્યાજબી છે?

સરકારે વિચારવું જોઇએ કે અમે આટલા સમયથી બેકાર છીએ તો અમને આ નવરાત્રીમાં મોકો મળવો જોઇએ. 

સામાન્ય રીતે નવરાત્રીમાં જે પણ આયોજનો થતા હોઇ છે, તેમાં નાના કે મોટા ઓરકેસ્ટ્રા બોલાવીને ગરબા રમાડવાનો ટ્રેન્ડ છે. હવે તો મોટા શુભ પ્રસંગોમાં પણ ઓરકેસ્ટ્રા પાર્ટીઓ રાખવામાં આવે છે. આવા સમયે કોરોનાને કારણે જે સાત મહિનાથી બેકાર હતા તે ઓરકેસ્ટ્રાના કલાકારોને નવરાત્રીને લઇને આશા હતી. પરંતુ સરકારે એ આશા પર પણ પાણી ફેરવી દીધું છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે માત્ર 200 લોકો એક સાથે ગરબા રમી શકશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન કરવા સાથે રેકોડિંગ વાળો ઓડિયો પ્લે કરવો પડશે.

નવરાત્રીને લઈને સરકારે શેરી ગરબા માટે 200 લોકોને છૂટ આપી છે પરંતુ ઓરકેસ્ટ્રાના કલાકારોને છૂટ નથી મળી. છેલ્લા કેટલાય સમયથી કલાકારો બેકાર બન્યા છે. હાલ કલાકારો પોતાના ઘરમાં રહીને પ્રેક્ટિસ કરતાં રહે છે પરંતુ કાર્યક્રમો શરૂ ન થતા આવક પણ નથી. કલાકારોની માંગ છે કે સરકાર આવા નાનાં નાનાં કલાકારો માટે કંઈક વિચાર કરે અને કોઈ રાહત પેકેજ જાહેર કરીને કલાકારોને આર્થિક મદદ આપે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024