સુરત: urat

ઉત્તર પ્રદેશના હાથરસની ઘટનાના પડઘા સમગ્ર દેશ સહિત ગુજરાત માં પડ્યા છે, ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો જણાવી દઈએકે સુરતમાં પણ આજે આ ઘટનાના પ્રત્યાઘાત પડ્યા હતા અને સુરત મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મમતા સવાણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને પોલીસ પર આક્ષેપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, પોલીસવાળાએ કહ્યું, ફાંસી ખાઈ લો, એટલે ફાંસો ખાવા આવી.

મમતા સવાણીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. તેમજ તેમની અટકાયત કરીને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા.

મમતા સવાણીએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમને આવું ન બોલાય. હું ફાંસો ખાઈ લઉં, તો મારા બાળકોને શું પોલીસ સંભાળશે? અમે એક કલાક વિરોધ પ્રદર્શન કરવા દેવા માટે જણાવ્યું હતું.

હાથરસ દુષ્કર્મના વિરોધમાં રાજ્યભરમાં કૉંગ્રેસનું મૌન આંદોલન ચાલી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં ધરણા પર બેઠેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

શું તમે ગુજરાતી છો? તો લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024