આર.ટી.ઇ અંતર્ગત 856 બાળકોને મફત પ્રવેશ આપવા આદેશ કરાયો

RTE
- Advertisement -

This browser does not support the video element.

RTE

જિલ્લાની 106 ખાનગી પ્રાથમિક શાળાઓમાં આર.ટી.ઇ (RTE) અંતર્ગત 856 બાળકોને ધોરણ 1 માં મફત પ્રવેશ આપવા માટે આદેશ કરાયો છે. જેમાં 666 બાળકોએ પ્રવેશ મેળવી લીધો છે. 18 સપ્ટેમ્બર સુધી બાકીના બાળકો પ્રવેશ મેળવી શકશે. આ દરમિયાન ઓનલાઈન 2395 અરજી તંત્રને મળી હતી જે પૈકી 1425 અરજી માન્ય રહી હતી.

આર.ટી.ઇ અંતર્ગત પાટણ જિલ્લામાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં 970 બાળકોને મફત પ્રવેશ આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં 856 બાળકોને ધોરણ-1 માં મફત પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

આ પણ જુઓ : રાજ્યસભામાં પાસ થયું વિમાન સુધારણા બિલ 2020, આ સુધારાઓ કરવામાં આવ્યા

પ્રાથમિક શિક્ષણ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે 666 બાળકો એ પ્રવેશ મેળવી લીધો છે. બાકીના 114 બાળકોને બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવશે તેવું.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.