catch pigs in patan
  • ભૂંડ પકડવા આવતાં ઈસમો ને અટકાવતાં રહિશો સાથે દાદાગીરી કરાતી હોય છે.
  • તંત્ર સહિત જીવદયાપ્રેમીઓ દ્વારા આવાં તત્વોને નસિયત કરવા કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી.

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગેર કાયદેસર રીતે રખડતા ભૂંડો ને છકડો રિક્ષામાં કૃરતા પૂવૅક પકડવાની કેટલાક લોકો દ્વારા ખુલ્લેઆમ પ્રવૃતિ કરવામાં આવી રહી છે અને આવાં લોકો ને ભૂંડ પકડવાના મામલે કાંઈ કહેવા જાય તો તેમની સાથે પણ અસભ્ય વર્તન કરી ઝધડો કરતાં હોવાનું પણ લોક મુખે ચચૉઈ રહ્યું છે ત્યારે આવાં અસામાજિક તત્વો સામે તંત્ર સહિત જીવદયાપ્રેમીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ શહેરીજનો માં ઉઠવા પામી છે.

પાટણ શહેરના રાણકીવાવ વિસ્તારમાં દ્વારિકા હોમ્સ સોસાયટી નજીક નાં ખુલ્લા પ્લોટમાં રખડતા ભૂંડો ને ગેરકાયદેસર રીતે પકડવા માટે ગતરોજ છકડો રિક્ષા લઈને આવેલા પાંચ થી છ જેટલાં ઈસમો દ્વારા કૃરતા પૂવૅક ભૂંડો પકડી રહ્યા હતા ત્યારે આ પ્રવૃત્તિ નું મોબાઇલ માં વિડિયો રેકોર્ડિંગ કરી રહેલાં ઈસમની સાથે ભૂંડ પકડવા આવેલાં ઈસમો એ માથાકુટ કરી છકડો રિક્ષા માં ગેરકાયદેસર ભૂંડો ભરી પોતાની રીક્ષા લઈ ભાગી છુટયા હતા.

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે ભૂંડ પકડવાની પ્રવૃતિ ખુલ્લે આમ કરવામાં આવી રહી છે ત્યારે તંત્ર સહિત જીવદયાપ્રેમીઓ દ્વારા આવાં તત્વોને નસિયત કરવા કાયૅવાહી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024