Hathras

ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras) માં ગેંગરેપની ઘટના પર બોલીવુડના સેલિબ્રિટી પણ ગુસ્સામાં છે. તો મંગળવારે અક્ષય કુમારે ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, આવી ઘટનાઓ ક્યારે રોકાશે? દોષિતોને ફાંસી પર લટકાવી દેવા જોઈએ.

હાથરસ (Hathras) માં ગેંગરેપનો શિકાર બનેલી પીડિતાનું મંગળવારે મોત થઈ ગયું હતું. ત્યારબાદ દેશમાં તેને લઈને ગુસ્સો જોવા મળી રહ્યો છે. 

Hathras ગેંગરેપની ઘટના પર અક્ષય કુમારે ટ્વીટ કરતા કહ્યુ- ‘હાથરસમાં ખુબ પીડાદાયક ગેંગરેપના મામલાથી ગુસ્સામાં અને ફ્રસ્ટ્રેટેડ છું. આ બધુ ક્યારે રોકાશે? કાયદો અને એજન્સીઓએ કડક થવું જોઈએ અને એવી સજા આપવી જોઈએ જેથી રેપિસ્ટ બીજીવાર કરવાથી ડરે. દોષિતોને ફાંસી આપો. પોતાની બહેન-પુત્રીઓને બચાવવા માટે અવાજ ઉઠાવો, આટલું તો આપણે કરી શકીએ.

હાથરસની ઘટના પર કંગના રનૌટે ટ્વિટ કરીને કહ્યું કે, આ બળાત્કારીઓને જાહેરમાં ગોળી મારી દો. દર વર્ષે ગેંગરેપનાં આંકડા વધતા જાય છે આનો અર્થ શું ? કેટલો દુખદ અને શરમજનક દિવસ છે દેશ માટે. આપણા માટે શરમજનક વાત કહેવાય આપણી દીકરી આપણી સામે હારી ગઇ.

બોલિવૂડ સેલિબ્રિટીએ અવાજ ઉઠાવ્યો છે. સ્વરા ભાસ્કર, ઋચા ચડ્ઢા, દીયા મિર્ઝા, હુમા કુરૈશી, ફરહાન અખ્તર સહિત ઘણા સ્ટાર્સે ટ્વીટ કર્યા છે. હુમા કુરૈશીએ લખ્યું- આપણે ક્યાં સુધી આવા ક્રૂર ગુનાઓને સહન કરવા પડશે. આ ભયાનક ગુનો છે અને દોષિતોને દંડ આપવો જોઈએ. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024