વાગડોદ ગામ નજીક પાટણ-ડીસા હાઇવે રોડ ઉપરથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની બોટલ નંગ-૭૫૧૨ કિં.રૂ.૯,૪૪,૧૬૦/- ભરેલ ડમ્પર ગાડી નંગ-૦૧ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.૧૭,૫૨,૬૬૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને વાગદોડ પોલીસે ઝડપી પડ્યો હતો.
પો.અધિ.શ્રી એચ.કે.વાઘેલાએ દારૂ ની હેરાફેરી કરતાં વાહનો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરવા સુચના આપેલી જે દરમિયાન વાગડોદ પો.સબ.ઇન્સ. શ્રી એસ.જે.પરમાર પોતાના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.સબ.ઇન્સ. શ્રી એસ.જે.પરમારને મળેલ ચોક્કસ બાતમી આધારે નીચે મુજબનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં વાગડોદ પોલીસને સફળતા મળેલ છે.
પો.સબ.ઇન્સ. શ્રી એસ.જે.પરમાર તથા અ. હેડ.કોન્સ .ઇન્ડ્રીશખાન જમશેરખાંન તથા અ.હેડ.કોન્સ. ભવાનસિંહ ધારસિંહ તથા અ.હે.કો. પ્રવિણસિંહ અમૃતજી તથા અ.પો.કો. જયેશકુમાર હેમાભાઈ તથા અ.પો.કો. રામજીભાઇ પ્રભુભાઈ તથા અ.પો.કો.નરેન્દ્રભાઈ સેમાભાઈ તથા અ.પો.કો. પ્રવીણજી શેલાજી તથા અ.પો.કો. આકાશકુમાર ભેમાભાઈ તથા આ.પો.કો.શક્તિસિંહ જોગાજી એ રીતેના વાગડોદ પોલીસ સ્ટાફ ના માણસો સાથે વાગડોદ મુકામે પાટણ -ડીસા હાઇવે રોડ ઉપરથી આરોપી રબારી નરસિંહરામ બેચરારામ રહે. જાખલ તા.સાંચોર જી.ઝાલોર રાજસ્થાન વાળાઓ ને ભારતીય બનાવટની વિદેશી દારૂ ની બોટલો નંગ- ૭૫૧૨ કિ.રૂ.૯,૪૪,૧૬૦ ભરેલ ડમ્પર ગાડી નંબર આર.જે.૪૬-જી.એ.૨૪૪૮ કી.રૂ.૮,૦૦,૦૦૦ ની તથા સદરી ઇસમની અંગજડતીમાંથી મોબાઇલ નંગ- ૨ કી.રૂ.૬૦૦ તથા રોકડ રકમ રૂ.૭૯૦૦ ના કુલ મુદામાલ કી.રૂ.૧૭,૫૨,૬૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ સદરી વિરૂધ્ધ વાગડોદ પો.સ્ટે.માં ગુન્હો નોંધી આગળની તપાસની તજવીજ કરવામાં આવેલ છે
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.