પાટણ ખાતે રૂપિયા ૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ હોસ્ટેલ.

  • પાટણ ખાતે રૂપિયા ૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ હોસ્ટેલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
  • બાળકોમાં રહેલ સુશુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું કામ રમત સંકુલ દ્વારા થાય છે.
  • ખેલ મહાકુંભ દ્વારા ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતે પણ અનોખી સિધ્ધીઓ પ્રાપ્ત કરી છે.

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવે છે. જેનાથી
ખેલક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રામાં નામના મેળવી છે. પાટણ જિલ્લા મથક ખાતે ખેલાડીઓને રમતક્ષેત્રે અનેક સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રૂપિયા ૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ હોસ્ટેલનો લોકાર્પણ કાર્યક્રમ રાજય સરકારના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સહકાર રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રીશ્રી ઇશ્વરભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

રાજય સરકાર દ્વારા પાટણ જિલ્લાને ૬ કરોડના ખર્ચે પાટણ રમત સંકુલમાં સ્પોર્ટસ હોસ્ટેલનું
અધતન સુવિધા યુક્ત ભવન ૨૨૫ બેડની ક્ષમતા, સ્વીમીંગપૂલ, મડી એથ્લેટિક ટ્રેક, મલ્ટીપર્પઝ હોલ, બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, ખો-ખોના મેદાન, ફૂટબોલ ગ્રાઉન્ડ તેમજ ફાયરની અધતન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા
ખેલ મહાકુંભને ખુબજ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેનાથી યુવાનોએ દેશ, વિદેશમાં ખેલક્ષેત્રે નામના રોશન કરે છે. બાળકોમાં રહેલ સુશુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે રમતક્ષેત્રેનો ઉમદા ફાળો હોય છે. પાટણ જિલ્લામાં સ્પોર્ટસ હોસ્ટેલ ઉપલબ્ધ બનતાં ખેલાડીઓને રહેવા અને જમવાની સગવડ મળી રહેશે. અને તાલીમ પણ મેળવી શકશે. છેવાડાના વિદ્યાર્થીઓ પણ સ્ટોર્ટસ ક્ષેત્રે જોડાઇ પોતાનું કૌશલ્ય બતાવી પાટણ જિલ્લાનું રમતક્ષેત્રે નામ રોશન કરશે સમી તાલુકા ખાતે પણ ૪ કરોડના ખર્ચે સ્પોર્ટસ સેન્ટર મંજુર કરવામાં આવેલ છે. પાટણ જિલ્લાની આદર્શ હાઇસ્કૂલ ખાતે ડી.એલ.એસ.એસ. સેન્ટર આપવામાં આવે છે. જયાં બાળકોને તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે. પાટણ જિલ્લા મથકે સમરસ છાત્રાલયની સંપૂર્ણ સુવિધાવાળું ભવન બનાવવામાં આવશે. જેનાથી આર્થીક પછાત વિદ્યાર્થીઓને છાત્રાલય લાભ ઉપલબ્ધ બનશે તાત્કાલિક મુખ્યમંત્રરીશ્રીનો મંત્ર રમશે ગુજરાત, ખેલશે ગુજરાત જીતશે ગુજરાત તે રીતે રમશે પાટણ, ખેલશે પાટણ જીતશે પાટણ ના મંત્રને સૌ સાથે મળી સાર્થક બનાવીએ.

આ પ્રસંગે સહકાર રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું હતું કે, યુવાધનમાં રમતક્ષેત્રે છુપાયેલ પ્રતિભાને વિકસીત કરવાનું કામ રાજય સરકાર કરી રહી છે. દર વર્ષે ખેલમહાકુંભનું આયોજન કરી દેશ તેમજ વિદેશમાં ખેલકુદ ક્ષેત્રે ગુજરાતને પણ અનોખી સિધ્ધીઓ પ્રાપ્ત કરી છે. રમત ગમત થી શારીરીક આરોગ્ય જળવાય છે. દર વર્ષે ગુજરાતમાં રમતવીરોમાં વધારો થઇ રહ્યો છે. જે ખેલ મહાકુંભની દેણ છે. પાટણ જિલ્લો પણ ખેલક્ષેત્રે ખુબજ પ્રગતી કરે અને દેશમાં નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી.

આ કાર્યક્રમમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવશ્રી ડી.ડી.કાપડીયાએ સ્વાગત પ્રવચન કરી સ્પોર્ટસ હોસ્ટેલની રૂપરેખા રજુ કરી હતી. અને સ્પોર્ટસનું મહત્વ સમજાવ્યું હતું.

ડી.એલ.એસ.એસ. ખેલાડીઓને મહાનુભાવો દ્વારા સ્પોર્ટસની વિવિધ કીટ એનાયત કરવામાં આવી હતી અને ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડી.એલ.એસ.એસ. ખેલાડીઓ દ્વારા જૂડો નિદર્શન રજુ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઇ પ્રજાપતિ જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, પાટણ નગર પાલીકાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ પટેલ, સુરેશભાઇ પટેલ, શ્રી એહમદ શેખ, આનંદ નહેરા, રમત ગમત અધિકારીશ્રી વિરેન્દ્ર પટેલ તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here