Deesa
બનાસકાંઠા જિલ્લાનાં ડીસા (Deesa) – થરા ફોરલેન નેશનલ હાઈવે નંબર 27 પર ડિવાઈડર વચ્ચે ઊભેલાં વૃક્ષ ઘટાટોપ અવસ્થામાં જોવાં મળી રહ્યાં છે. વાહન ચાલકોની સલામતીને ધ્યાને રાખી ડિવાઈડર વચ્ચે ઉગાડવામાં આવતાં વૃક્ષ રાત્રી દરમ્યાન સામસામે આવતાં વાહનોની હેડ લાઈટ એકબીજાને આંખો નાં અંજાય તેવાં શુભ આશયથી ઉછેરવામાં આવે છે. પરંતુ આ વૃક્ષ ઘટાટોપ રૂપ ધારણ કરે છે ત્યારે અકસ્માત પણ નોતરતાં હોય છે.
કારણ કે ગીચ અને ઘટાટોપ વૃક્ષમાં ડિવાઈડર વચ્ચે નધણિયાતાં આખલા – ગાયો આસરો લેતાં હોય છે અને ડિવાઈડર વચ્ચે ઘટાટોપ વૃક્ષમાં લપાઈ છુપાઈને ઊભેલાં તેમજ બેઠેલાં હોય છે. જે પસાર થતાં વાહન ચાલકોને દેખાતાં હોતા નથી અને ઓચિંતા આખલાઓ ડિવાઈડરનાં વૃક્ષ વચ્ચેથી ઝઘડતાં – ઝઘડતાં રોડ વચ્ચે આવી જતાં હોય છે જેનાં કારણે પસાર થતાં વાહન ચાલકો એકાએક અકસ્માતનો ભોગ બનતાં હોય છે.
આ પણ જુઓ : ભારતમાં ઓક્સફર્ડની કોરોની રસીના 5 કરોડ ડૉઝ તૈયાર
આવાં અકસ્માતમાં મોટાભાગે નાનાં વાહન ચાલકો અકસ્માતે મોતનાં મુખમાં ધકેલાઈ જતાં હોય છે. જોકે આવાં કેટલાયે અકસ્માતો સર્જાઈ પણ ચૂક્યાં છે અને નિર્દોષ વાહન ચાલકો અકાળે મોતને પણ ભેટ્યાં છે અને તેનાં કારણે કેટલાયે નિર્દોષ વ્યક્તિઓનાં પરિવાર પણ રઝળ્યાં છે.
ત્યારે હાલમાં પરિસ્થિતિ જોતાં ડીસા – થરા ફોરલેન માર્ગ પર રોડ વચ્ચે ડિવાઈડર વચ્ચે ઊભેલાં વૃક્ષ ઘટાટોપ અવસ્થામાં આખલાં – ગાયો માટે આશ્રય સ્થાન બની રહ્યાં છે અને વાહન ચાલકો માટે અકસ્માત નોતરવાંરૂપ પુરવાર થઇ રહ્યાં હોઈ નિર્દોષ વાહન ચાલકોની સલામતીને ધ્યાને લઇ સત્વરે હાઇવે ઓથોરિટી દ્વારા ડીસા – થરા ફોરલેન માર્ગ પર વૃક્ષ કટિંગ કામગીરી હાથ ધરાય તે સમયની માંગ છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.