ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોની પરંપરા મુજબ ઉજવાતી ટોપલા ઉજવણીનું મહત્વ સમજાવતા ખેડૂત અગ્રણી દિપસંગજી ઠાકોરે જણાવ્યું હતું કે વર્ષોની પરંપરે ચોમાસાનાં આગમન પહેલાં ખેડૂતો દ્વારા કરવામાં આવતા વાવેતરને લઈને ધરતી માતા અને વરૂણ દેવની પ્રાર્થના માટે સમસ્ત ગ્રામજનો દ્વારા પોત પોતાના ખેતરમાં હળ હાંકી ખેતીનું વાવેતર કરતાં અને મહિલાઓ ઘરેથી નિવૈધ તૈયાર કરી ટોપલામાં મુકી ખેતરમાં ધરતી માતાનું પુજન કરી સૌ સમુહમાં નૈવેધ ગ્રહણ કરતા હતા.

ત્યારે છેલ્લા એક સપ્તાહથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની બીજી લહેર મંદ બની છે. જેના કારણે કોરોના પ્રોઝિટિવ કેસોમાં પણ સંપુણઁપણે ઘટાડો જોવા મળી રહ્યો છે.

ત્યારે કોરોનાને ફરી આમંત્રણ આપવામાં આવતું હોય તેમ બુધવારના રોજ સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામે વર્ષોની પરંપરાનુસાર ઉજવાતી જોગણી માતાજીની ટોપલા ઉજવણીમાં ગામની પ૦૦થી વધુ મહિલાઓએ માથે ટોપલા લઈ એકત્રિત થતા કોરોનાની ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.

ટોપલા ઉજવણીમાં ગામની મોટાભાગની મહિલાઓ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનું સરેઆમ ઉૡંધન કરી રહ્યાં હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થવા પામ્યા છે.

એક તરફ જિલ્લા પ્રશાસન દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિૡામાં કોરોનાની બીજી લહેરને અટકાવવા અને કોવિડની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા કટિબદ્ઘ બન્યા છે. ત્યારે સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામે ઉજવાયેલા જોગણી માતાની આ ઉજવણીમાં કોવિડના નિયમોનું ગામની મહિલાઓ દ્વારા સરેઆમ ઉૡંઘન કરી કોરોનાને ફરી આમંત્રિત કરી રહ્યાં હોય તેવા સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો છે.

સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામની સમૂહમાં નિકળેલી ટોપલા ઉજવણીનો વિડીયો વાયરલ થતાં આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષાકે યોગ્ય તપાસ હાથ ધરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024