Agus Indra Udayan

ડો.લીલાબેન સ્વામી પરિવાર દ્વારા ઐતિહાસિક ધરોહર રાણકીવાવ ની પ્રતિકૃતિ અર્પણ કરી આવકાયૉ..

ઐતિહાસિક નગરી પાટણ ની પ્રભુતા અકલ્પનિય અને અજોડ છે : ઈન્દ્ર રુષી..

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧ માં પદ્મ શ્રી એવોર્ડ મેળવનાર બાલી ઇન્ડોનેશિયા ખાતે કાર્યરત ગાંધીપુરી આશ્રમ સહિત ચાર જેટલી ગાંધીવાદી સંસ્થાઓનાં સ્થાપક અને આ સંસ્થાના માધ્યમથી સમગ્ર ભારતભરમાં હિન્દુ વૈદિક અભ્યાસ અને સ્વામી વિવેકાનંદ યોગ કેન્દ્ર ની સાથે સાથે ભારત તિબેટ સંધ સાથે કલ્ચરલ એકટીવીટી એક્ષ્ચેજ કાયૅક્રમો સાથે જોડાયેલા અગુસ ઈન્દ્ર ઉદયન (ઈન્દ્ર રુષી) ગુરૂવારના રોજ ઐતિહાસિક નગરી પાટણ નાં આંગણે પધાર્યા હતા.

પાટણ ખાતે પ્રથમ વખત પધારેલ ભારત સરકાર ના પદ્મ શ્રી એવોર્ડ વિજેતા અગુસ ઈન્દ્ર ઉદયન નું પાટણના જાણીતા મહિલા અગ્રણી અને વિવિધ સેવાકીય તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા ઉંઝા મહિલા કોલેજના ડો.લીલાબેન સ્વામી, મહેન્દ્રભાઈ સ્વામી, વિવેક સ્વામી સહિતના પરિવારજનો દ્વારા પુષ્પમાળા અને પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ની પ્રતિકૃતિ અપણૅ કરી આવકારવામાં આવ્યા હતા. અને તેઓના નિવાસ સ્થાને ભોજન ની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

પદ્મ શ્રી એવોર્ડ મેળવનાર બાલી ઇન્ડોનેશિયા નાં અગુસ ઈન્દ્ર ઉદયન સાથે જોડાયેલા ભારત તિબેટ સંધ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવેશભાઈ જોષી, સંસ્કૃત ગુરૂકુળ અમદાવાદના સંજીવ શમૉ,ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના પ્રો.ડાયરેકટર ડો.નિલેશભાઈ મોદી સહિતના મહાનુભાવો એ ઐતિહાસિક નગરી પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ, પટોળા વિવિંગ સેન્ટર ની પણ મુલાકાત લઈ પાટણની પ્રભુતા અકલ્પનિય અને અજોડ હોવાનું જણાવી મુકત મને પ્રશંસા કરી હતી.

પાટણ ની શુભેચ્છા મુલાકાત પૂર્વ તેઓએ બહુચરાજી,સન ટેમ્પલ મોઢેરા ની પણ મુલાકાત લીધી હતી. પાટણ થી નિકળી તેઓ વડનગર, હાટકેશ્વર જવાં પ્રસ્થાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024