Pakistan

Pakistan

પાકિસ્તા (Pakistan)ને પોતાનો દરિયો ચીનના હવાલે કરી દીધો છે. પાકિસ્તાને પોતાની દરિયાઈ સીમામાં ચીનના માછીમારોને માછલીઓ પકડવાની મંજુરી આપી છે. આ મંજૂરી બાદ ત્યાંના લોકોમાં રોષ ભડકી ઉઠ્યો છે. કરાચીના લોકો ઈમરાન સરકારના નિર્ણયથી રોષે ભરાયા છે અને તેમણે સરકાર સામે દેખાવો શરુ કરી દીધા છે.

આ પણ જુઓ : NCB એ રિયાના ભાઈ અને સેમ્યુઅલ મિરાન્ડાની કરી અટકાયત

ચીનની 20 બોટ માછલીઓ પકડવા માટે કરાચી પહોંચી ચુકી છે. પરંતુ પાકિસ્તાનના માછીમારો નથી ઈચ્છતા કે ચીનને આ પ્રકારની પરવાનગી આપવામાં આવે. તેમનુ કહેવુ છે કે, ચીનની બોટો મોટા પાયે માછલીઓ પકડવા માટે સક્ષમ છે જેથી અહીંના દરિયાની સિસ્ટમ બગડી જશે અને પાકિસ્તાની માછીમારોને જ તેના ખરાબ પરિણામ ભોગવવા પડશે. માછીમારી ઉદ્યોગ પર પાકિસ્તાનના 25 લાખ લોકોનુ ગુજરાન ચાલે છે. આ માછીમારો નાનકડી બોટનો ઉપયોગ કરે છે. જ્યારે ચીનના માછીમારો પાસે જંગી કદની બોટો છે.

આ પણ જુઓ : Ahmedabad : અમદાવાદના આ વિસ્તારમાં કોરોનાએ વરસાવ્યો કહેર

ઉપરાંત કરાચીના સમુદ્ર વિસ્તારમાં બેફામ માછીમારી થવાથી માછલીઓની સંખ્યામાં 72 ટકા જેટલો જંગી ઘટાડો નોંધાઈ ચુક્યો છે. તેવામાં ચીનની બોટ સ્થિતિને વધારે મુશ્કેલ બનાવશે. ચીનના દરિયામાં માછલીઓ લગભગ ખતમ થઈ ચુકી છે.જેનાથી ચીનને બીજા વિસ્તારમાં જવાની જરુર પડી રહી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024