પાટણ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે પાટણ શહેર માં દિવસ દરમિયાન પવન સાથે ભારે વરસાદના ઝાપટા પડી રહ્યા છે જેને લઈ નીચન વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વાવાઝોડાનો સામનો કરવા પાલિકાની ફાયર વિભાગને સ્ટેન્ડબાય કરવામાં આવ્યો છે તેમજ હાલમાં 24 કલાક ડ્યૂટી કરી દેવામાં આવી છેતો પાલિકા ફાયર વિભાગ માં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.
પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં નેટવર્કિંગ કંપનીને પરમિશન આપ્યા બાદ પાટણ નગરપાલિકાના બાંધકામના તથા વહીવટી અધિકારીઓની આળસના કારણે જે જગ્યાએ કામગીરી ચાલતી હોય છે ત્યાં કોઈ પણ પ્રકારનું ઇન્સ્પેક્શન ન કરવાના કારણે નગરપાલિકાના સેવાકિય લાઈનો ભૂગર્ભ ગટર ની હોય કે પીવા ના પાણીની લાઈન હોય અને નવીન બનાવેલા રસ્તા આ નેટવર્ક કંપની વાળા તોડી પાડે છે, જેના કારણે જે તે વિસ્તારના લોકો હેરાન પરેશાન થાય છે.
નગરપાલિકાના અધિકારીઓને કંઈ જ પણ પડી ન હોય એમ આજે નીલમ સિનેમા વિસ્તારમાં જે સમારકામ કરવામાં આવ્યું હતું, તેમાં આજે પડેલા વરસાદમાં એક ગાડી ભુવામાં ગરકાવ થઈ હતી. આ ગાડી ગરકાવ થતા આ વિસ્તાર ના સ્થાનિક રહીશોએ ચાલકને બહાર કાઢ્યા હતા, પરંતુ કોઈ પણ નુકસાન થયેલ હતું નહીં ભવિષ્યમાં જ આવું કોઈ દુર્ધટના કે જાનહાની કે નુકસાન થાય તો એ જવાબદારી કોણ લેશે એ પાટણ શહેરમાં ચર્ચા તો પ્રશ્ન છે.