Online
અત્યારે શાળાઓ બંધ છે ત્યારે ઓનલાઇન (Online) ક્લાસને કારણે બાળકોની માનસિક સ્થિતિ પર પણ અસર પડી છે. UNICEFના કહ્યાં મુજબ બાળક જ્યારે પણ ગેજેટ યુઝ કરે છે ત્યારે તેની સાથે રહો અને અરધા કે એક કલાકથી વધુ તેને ગેજેટ ઉપયોગ ન કરવા દો.
ડિજીટલ ગેજેટનો ઉપયોગ બાળકોમાં વધી ગયો છે અને તેની ખરાબ અસર બાળકોની આંખો તેમજ મગજ પર થાય છે. જેનાથી બાળકના વિકાસ પર પણ અસર થાય છે. વધારે નજીકથી ગેજેટનો ઉપયોગ કરવા પર બાળકની આંખો ખરાબ થાય છે.
કોરોના મહામારીના કારણે બાળકોના ઓનલાઇન (Online) ક્લાસ ચાલી રહ્યાં છે. જેના લીધે આંખો પર ખરાબ અસર થાય છે, માટે બાળકની આંખોની સુરક્ષા માટે એન્ટી લેયર આઇ ગાર્ડ જરૂર લગાવો. બાળકને 10થી 15 મિનીટ 1 કલાક બાદ દુર લઇ જાઓ જેથી તેની આંખો માત્ર સ્ક્રિન પર જ ન રહે.
- Disease : રસોડાની આ વસ્તુઓનો ઉપયોગ જે રોગને આપે છે નિમંત્રણ
- Cracking-fingers : આંગળીના ટચાકા ફોડવાથી થાય છે આ મોટું નુકસાન
બાળકોમાં ગેજેટ્સ પ્રત્યે ખાસુ એવુ આકર્ષણ હોય છે, માટે તેમનાથી ગેજેટને દુર રાખવું થોડુ મુશ્કેલ છે. જો બાળકને ગેજેટના ઉપયોગ બાદ ખભા, પીઠ કે ગરદનમાં દુખે તો ત્યાં માલિશ કરી શકાય છે.
ડિજીટલ ગેજેટનો ઉપયોગ એટલો વધી ગયો છે કે બાળકો ગેજેટ સાથે વધારે સમય ગાળે છે. જેનાથી તેમની ક્રિએટીવીટી ઓછી થઇ જાય છે. આ વાસ્તુ બાળકોના માનસિક વિકાસ માટે સારુ નથી. આવામાં રોજ ઓનલાઇન (Online) ક્લાસથી બાળકો કંટાળે, બાદમાં તેમને કોઇ ક્રિએટીવ કામ કરાવો. ગેજેટ્સ વગર શારીરિક કસરત થા. તેવી ગેમ રમાડો. જેથી તેમના મગજનો વિકાસ અટકે નહી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.