પાટણ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની ૧૩૯મી રથયાત્રા પરંપરાગત રીતે મંદિર પરિસર ખાતેથી નિકળી હતી તે પૂર્વે ભગવાન જગન્નાથ, બાલભદ્ર અને બહેન સુભદ્રાજીને ૧ર.૩૯ના શુભ મુહરતે તેઓને શાસ્ત્રોકત વિધિ વિધાનથી રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દાતાઓ પરિવારના હસ્તે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારવામાં આવતાં સમગ્ર વાતાવરણ ભકિતના રંગે રંગાઈ જવા પામ્યું હતું. ત્યારે પાટણ કલેકટર સહિત જિલ્લા પોલીસ અધિક્ષાક અને પાટણના ધારાસભ્યના વરદહસ્તે બપોરના બે કલાકે ભગવાનના રથોના દોરડા ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

ત્યારે રથયાત્રાનું પ્રસ્થાન થતાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર વાતાવરણને ભકતજનો દ્વારા ગજવી મૂકવામાં આવ્યું હતું. ત્યારે ચાલુસાલે વૈશ્વિક કોરોના મહામારીને લઈ સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રા શહેરના જાહેરમાર્ગો પર નિકળી હતી ત્યારે ચાલુસાલે ભકતજનોને જાહેર માર્ગો પર ભગવાનના દર્શન કે આરતી ઉતારવા દેવામાં આવી ન હતી અને રથયાત્રાના તમામ રુટો પર કર્ફ્યુ લાદી રથયાત્રાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. તો ચાલુસાલે માત્ર ૧.૯૦ કિલોમીટરના અંતરે રથયાત્રાને આઠ કલાકની જગ્યાએ માત્ર બે જ કલાકમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી.

તો પાટણ શહેરની કેટલીક સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા મંદિર પરિસર ખાતે ભાવિકભકતોને કોરોના મહામારીથી રક્ષાણ મળે તેવા શુભ આશયથી પાંચ હજાર જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તો ચાલુસાલે કોરોનાની મહામારીને લઈ ઉત્તર ગુજરાતની લોકપિ્રય પીટીએન ન્યુઝ ચેનલના માધ્યમથી યુ ટયુબ, ફેસબુક લાઈવ પીટીએનના પેજ સહિત પીટીએન ન્યુઝની ચેનલ પર પણ હજારો ભાવિકભકતોએ ઘરે બેઠા ભગવાન જગન્નાથના દર્શન કરતાં તેઓએ પણ પીટીએન ન્યુઝ ઘરે બેઠા દર્શન કરાવવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024