પાટણ જિલ્લામાં વેકશીન ની કામગીરી હજુ ૬૦ ટકા એ પહોંચી છે પાટણ જિલ્લામાં ૧૧ લાખ લોકોનો વેકિસનનો લક્ષ્યાંક હતો તેમાં હજુ જોઈએ તેવી નોંધપાત્ર કામગીરી થઈ નથી.

પાટણ જિલ્લામાં ૧૬ જાન્યુઆરી ર૦ર૧ ના રોજ વેકશીનની કામગીરીનો પ્રરંભ થયો હતો અને આજે ૩૧ ઓગષ્ટ સુધીમાં પ્રથમ અને બીજાડોઝની ૬૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. પાટણ જિલ્લામાં નવ તાલુકાની વાત કરીએ તો પાટણ તાલુકામાં વેકશીનની નોંધ પાત્ર કામગીરી રહી હતી.

ત્રીજી લહેરથી બચવા માટે વેકશીન એ એકજ રામબાણ ઈલાજ કહેવાય ત્યારે પાટણ જિલ્લાનું ચિત્ર કયાંક આંશિક ચિંતા ઉપજાવે તેવું જોવા મળી રહયું છે. તાલુકા વાઈઝ રસીકરણ જોઈએ તો ચાણસ્મા તાલુકામાં ૧૭૦૭, હારીજ તાલુકામાં ૧૦૭૯, પાટણમાં ૩૦૬૪, રાધનપુર તાલુકામાં પરપ, સિધ્ધપુર તાલુકામાં ૧૭૯પ, સમી તાલુકામાં.૧૬૬૭, સાંતલપુર તાલુકામાં ર૧૩૪, સરસ્વતી તાલુકામાં ૧પ૪૧, શંખેશ્વર તાલુકામાં ૬૩ર લોકો રસીકરણ લઈ સુરક્ષિત થયા છે.

૧૮ વર્ષથી ૪૪ વર્ષ ના ૬ર૬૩ લોકોએ પ્રથમ અને ૩૧૬૯ લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે ૪પ વર્ષથી વધુ ઉંમરના ર૧૯૦ લોકોએ પ્રથમ અને ૩૧૬૪ લોકોએ બીજો ડોઝ લીધો હોવાનું આરોગ્યના કર્મચારીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024