પાટણ જિલ્લા નાયબ કલેકટર એન. એસ.ડીયા વયમર્યાંદાના કારણે નિવૃત્ત થતાં હોઈ તેમના વિદાય પ્રસંગે સમગ્ર આદિવાસી ભીલ સમાજ દ્વારા સાલ, પુષ્પ ગુચ્છ, ફૂલહાર તથા ચામુંડા માતાજી નો ફોટો ફ્રેમ આપી સત્કાર સન્માન કરાયું હતું.
એન. એસ.ડીયા પાટણ જિલ્લા નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા વયમર્યાંદાના કારણે તેઓ નિવૃત્ત થતાં હોઈ તેઓની દિર્ધકાલીન પ્રમાણિક, નિષ્ઠાપૂર્વક ની સેવા સાથે કર્તવ્ય અને ફરજ પૂર્ણ કરી નોકરીમાંથી સેવા નિવૃત થયા હતા.
એન. એસ.ડીયાએ પાટણ જિલ્લા નાયબ કલેકટર નોકરીમાંથી સેવા નિવૃત પ્રસંગે જણાવ્યુ હતું કે વર્ષ ૧૯૯ર ની બેચ ની અંદર જીપીએસસી દ્વારા સીધી ભરતી થઈ હતી નાયબ મામલતદાર તરીકે નિમણુક પામેલ અને જામનગર જિલ્લાની અંદર ફરજ નિભાવ્યા બાદ પાટણ જિલ્લો નવો બનતા પાટણ જીલ્લાની અંદર નાયબ મામલતદાર તરીકે નિમણૂંક થઈ પાટણ જિલ્લા માં અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી અને પાટણ જિલ્લામાંથી પ્રમોશન મામલતદાર તરીકે મળ્યું
અને પછી મામલતદાર તરીકે કચ્છ, પાટણ, ગીર સોમનાથ, મહેસાણા જીલ્લાઓની અંદર ફરજ બજાવી અને ફરી છેલ્લે પાટણ જીલ્લાની અંદર નાયબ કલેકટર તરીકે પ્રમોશન મળતાં અહીં ફરજ બજાવી અને ૩૧/૦૮/ર૧ ના રોજ વયનિવૃત્તિ થી રિટાયર્ડ થઈ રહ્યો હોવાનું જણાવી ફરજ દરમ્યાનના તેઓએ પાટણ જિલ્લાના પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.
ધાંધાર આદિવાસી યુવક મંડળના પ્રમુખ તરીકે અત્યારે મારી નિમણૂંક કરવામાં આવી છે. મારી નિવૃત્તિ પછીનું જીવન સમાજની અંદર સમાજને આગળ લાવવાના પ્રયત્ન કરીશ તેમ જણાવ્યું હતું.