પાટણ શહેર ના સિંધી માર્કેટમાં છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી એક રીક્ષા બિનવારસી હાલતમાં જોવા મળી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે સ્થાનિક વેપારીઓએ આ રીક્ષા બાબતે પાટણ નગર પાલિકા અને પોલીસ સ્ટેશનમાં વારંવાર જાણ કરવા છતાંય આ બિનવસરસી રીક્ષા ઉપડવાની કોઈ પણ વહીવટી કચેરી જવાબદારી સ્વીકારતા નથી. તો વધુમાં આ રીક્ષાના તમામ સ્પેરપાટો પણ અદૃશ્ય થઈ ગયેલા આજે જોવા મળી રહયા છે.

જેની જાણ એકિટવ કોપોરેટર ભરત ભાટીયાને સ્થાનિક વેપારીઓએ કરતાં નગરપાલિકામાં આ બિનવારસી રીક્ષાા બાબતે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.

તો આ બિનવારસી પડેલી રીક્ષાની આજુબાજુ અસહય પ્રમાણમાં ગંદકી થતાં વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને રોગચાળાની ભીતિ પણ સેવી રહયા છે. જેથી પોલીસ તંત્ર દ્વારા રીક્ષા નંબર પરથી તેના મુળ માલિકને શોધીને તેને રીક્ષા સુપ્રત કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024