પાટણ શહેરના સૂર્યનગરમાં ભીલ પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થતાં સામસામી ફરિયાદો નોંધાવા પામી છે.
ત્યારે ચિરાગ પાલકર તેના ઘરની સામે રહેતાં તેના મિત્રનો જન્મદિવસ ઉજવીને છુટયા પડયા બાદ તે ફોન પર વાત કરતો હતો તે દરમ્યાન અમરતભાઈ ભીલ નામના ઈસમે આવીને ચિરાગને ચપ્પા જેવા હથિયાર વડે કમરના ભાગે હૂમલો કરતાં ઈજાઓ થવા પામી હતી.
જેથી ઈજાગ્રસ્તને સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અમરતલાલ ભીલ વિરુધ્ધ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો ઈજાગ્રસ્ત ચિરાગ પાલકરે પોતાના ઉપર થયેલા હૂમલા અંગે કંઈક આ રીતે બનાવ સંદભે પોતાની આપવીતી જણાવી હતી.
