રાધનપુરના નજુપુરા ગામે પુનમ સવસીભાઈ ઠાકોર નામની દિકરી ઘરની બહાર રમી રહી હતી તે દરમિયાન દૂધ આપવા આવેલ વાન ગાડી ચાલકે બાળકીને ટક્કર મારતાં પુનમ નામની દિકરી ઘાયલ થતાં તેને સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પરંતુ મળતી માહિતી મુજબ રાધનપુરના રેફરલ હોસ્પિટલના ડોક્ટરે દિકરીને મૃત જાહેર કરી હતી. ત્યારે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ કરી લાશને વાલી વારસાને સોંપવામાં આવી.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાધનપુર પોલીસને જાણ કરાતા રાધનપુર પોલીસ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.