પાટણ: હારીજના રોડા ગામમાં મહિલા પર વીજળી પડતાં થયું મોત
પાટણ જિલ્લામાં ગત મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ચોમાસાના આગમનની સાથે જ પાટણમાં નુકસાની થઈ હતી. સાંતલપુરના ઝંડાળા ગામે ભારે પવનથી 10થી વધુ મકાનોના પતરાં ઉડ્યા હતા.
પાટણ જિલ્લાનાં હારીજના રોડા ગામે વીજળીના કડકા સાથે વરસાદી છાંટા થયા હતા. પરંતુ અહી વીજળી પડતા એક મહિલાનુ મોત નિપજ્યુ છે. હારીજના રોડા ગામે ખેતરમાં કામ કરી રહેલ મહિલા પર વીજળી પડી હતી. વીજળી પડતા ઠાકોર રિમુબેન નામની મહિલાનું મોત નિપજ્યુ છે. વરશુમજી ગણેશજીનાં પત્ની રીમુબેન ઠાકોર ખેતરમાં હતા ત્યારે તેમના પર વીજળી પડતાં મોત થયું હતું. મહિલાના મોતને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
પાટણના સાંતલપુર પંથકમાં વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ ને કારણે સુસવાટા ભેર પવન વચ્ચે ગાજ વિજ સાથે વરસાદ વરસતા કાચા મકાનો ના નળિયા સહિત પતરાના સેડો ઉડતા મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ
- અમદાવાદમાં દુષ્કર્મ પીડિતાનું અપહરણ કરીને ઘાતકી હત્યા : સુરજ ભુવાજી સહિત 8ની ધરપકડ
- પાટણ ના રાધનપુરમાં વ્યાજખોરોના ત્રાસથી એકનો આપઘાત
- પાટણ શહેરમાં સગા માસાએ જ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ