હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી પાટણ ની કારોબારી સમિતિની બેઠક કુલપતિ ડો.જે.જે. વોરાની ઉપિસ્થતિમાં આજે યોજાઇ હતી.
કારોબારી સમિતિની બેઠકમાં યુનીવસિટીના વિવિઘ અભ્યાસક્રમોની ફીના માળખા બાબતે તેમજ યુનિવિર્સટીમાં એમબીબીએસના ત્રણ વિદ્યાથીઆેને રિ-એસએસમેન્ટની કાર્યવાહી દરમિયાન ખોટી રીતે પાસ કરવામાં આવ્યા હોવાના મુદ્દાને લઇને તપાસ સમિતિ દ્વારા યુનિવિર્સટી ખાતેથી સીલ કરાયેલ રેકર્ડ મંગાવવામાં આવ્યું હતું.
આ મુદ્દાને લઈને યુનિવિર્સટીના ઈસી મેમ્બરો દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો આ ઉપરાંત ઈસી સભ્યો દ્વારા યુનિવિર્સટીના વિવિધ અભ્યાસક્રમોની ફી અંગેનુ માળખું નક્કી કરવા તેમજ કોલેજમાં છાત્રો ના વધતા ઘસારા ને પહોંચી વળવા કઈ કોલેજમાં કેટલી બેઠકો વધારે આપવી
તેમજ કેટલા વર્ગખંડોને મંજૂરી આપવી વગેરે બાબતોને લઈને પણ વિસ્તૃત ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલીક નવી કોલેજોને મંજૂરી આપવાના મુદ્દા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. કુલપતિ ડો. જે.જે વોરા – રજીસ્ટાર ડી.એમ.પટેલ – ઈ.સી. મેમ્બર શૈલેષ પટેલ – હરેશભાઈ ચૌધરી- અનિલ નાયક સહિતના સભ્યો હાજર રહ્યા હતા.