સરસ્વતી તાલુકા સેવા સદન ખાતે પાટણ જિલ્લાના પ્રભારી વાસણભાઈ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક આયોજીત કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારોના ૮૭૦.૭પ લાખ અને શહેરી વિસ્તારના ૧ર૭.૬૯ લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
વર્ષ ર૦ર૧-રર માટે ગ્રામ્ય રસ્તા, પેવર બ્લોક, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા, ગ્રામ્ય વિજળીકરણ, ગંદા વસવાટ તેમજ વાતાવરણલક્ષી સુધારણા, ભૂમિ સંરક્ષણ તથા સ્થાનિક વિકાસના કામો મંજૂર કરવા માટે આ બેઠકમાં એજન્ડા પ્રમાણે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે રૂા.૮૭૦.૭પ લાખના પપ૮ કામો તથા શહેરી વિસ્તારો માટે રૂ.૧ર૭.૬૯ લાખના ૧૭ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
મંજૂર થયેલા વિકાસકાર્યને ઝડપથી પૂર્ણ કરવાની અપીલ કરતાં જિલ્લા પ્રભારી વાસણભાઈ આહીરે જણાવ્યું કે, તાલુકા કક્ષાએથી માર્ગદર્શિકા પ્રમાણે વિકાસ કર્યો ની સત્વરે દરખાસ્ત કરવામાં આવે તથા પ્રોત્સાહક યોજનાઆેમાં પૂરતા પ્રયત્નો કરવામાં આવે તે જરૂરી છે. ચોમાસાની ઋતુમાં નગરપાલિકા વિસ્તારોમાં સફાઈ તથા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પરના ઝાડી-ઝાંખરા દૂર કરવા માટે સફાઈ અભિયાન હાથ ધરવા સુચન કર્યું હતું.
વધુમાં મંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં સંક્રમણનું પ્રમાણ વધારે હતું. આ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ નાગરિકોને સુચારૂ ઢબે આરોગ્યલક્ષી સેવાઆે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. નિષ્ણાંતોના મતે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે.
અત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવી રહી છે. જનપ્રતિનિધિઆેના સહયોગથી જિલ્લામાં ૧૦૦ ટકા રસીકરણ થાય તે દિશામાં પ્રયત્નો કરવા જોઈએ. જેથી ત્રીજી લહેરમાં લોકો સુરક્ષિત થાય. શ્રી આહીરે કોરોના જેવી મહામારીમાં લોકસેવા કરવાની મળેલી તકનો ઉત્તમ ઉપયોગ કરવા અપીલ કરી હતી.