પાટણ શહેરમાં જૈન સંપ્રદાયનાં નવ દિવસનાં પર્વધિરાજ પર્યુંષણ પર્વનો પ્રારંભ થઈ ગયો છે અને જૈન સંપ્રદાય અહિંસાનું ચુસ્તપાલન કરતો હોવાથી પાટણમાં ચાલતા કતલખાના આ પર્વનાં નવ દિવસ સુધી બંધ રાખવામાં આવે તેવી પાટણનાં જૈન આગેવાનોની કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી. તો બીજી તરફ રાજય સરકારનાં સચિવ અન્ય વિભાગો પણ તા . ૩-૯-ર૧ થી તા . ૧૧-૯-ર૧ એમ નવ દિવસ સુધી રાજયની મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓને પણ કતલખાના બંધ રહે તેવા પ્રયાસો કરવાની સૂચના આપવામાં આવી છે.

સૂચનાનાં પગલે પાટણ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ શહેરનાં માંસ મચ્છીનો વેપાર કરતાં અને કતલખાના સાથે સંકળાયેલા વેપારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ધારાશાસ્ત્રી ધર્મેન્દ્રં વકીલ , પાટણ શહેર પોલીસ અધિકારી અને સ્વચ્છતા ચેરમેન ગોપાલભાઇ રાજપુતે ધર્મશાસ્ત્ર, કતલખાના અંગેની કાયદાકીય જોગવાઇઓની જાણકારી આપીને પર્યુંષણનાં નવ દિવસ સુધી કતલખાના બંધ રાખવા માટેની વિનંતી કરી હતી.

આ પ્રસંગે ચીફ ઓફિસરે ધાર્મિક વિભાગના, જૈન સમુદાયની અહિંસાના સિધ્ધાંત વિગેરેની સાથે કતલખાના બંધ રાખવાની સૂચના આપી હતી. જ્યારે એડવોકેટ ધર્મેન્દ્રં વકીલે પણ કાયદામાં પણ કતલખાનાઓ માટેનાં નિયમોની જાણકારી આપતાં જણાવ્યું કે, નિયમોનાં પાલન કરીને વ્યવસાય કરવો મુશ્કેલ છે . કારણ કે, તેનાથી આ વ્યવસાય સાથે સંકળયોલાંઓનાં જીવન નિવાર્હનો પ્રશ્ન ઉભો થાય તેમ છે. છતાં પણ આ નવ દિવસ સુધી આ કતલખાના બંધ રાખીને વેપારીઓને ધર્મનું સન્માન કરવાની લાગણી સાથે સહકાર આપવો જોઇએ તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે પાટણ એ – ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ.નાં પ્રતિનિધિએ જણાવ્યું કે, પાટણનાં વેપારીઓને કતલખાના બંધ રાખવાની સૂચના મળેલી છે. અમે આ માટે પેટ્રોલીંગમાં હોઇશું ને જો કતલખાનું ચાલું જણાશે તો અમે તેમની સામે કાર્યવાહી કરી શકીશું. આથી વેપારીઓ જાતે જ કતલખાનાં બંધ રાખે તે હિતાવહ છે અને પ્રશાસનને સહકાર આપવા જણાવ્યું હતું. આ પ્રસંગે પાટણનાં વેપારી પ્રતિનિધિ તરીકે ઇબ્રાહિમભાઇ કુરેશીએ જણાવ્યું છે.

અમારે કુરેશીઓ અને જૈન આગેવાનો સાથે સારા સંબંધો છે. અમે જૈનધર્મ અને તેમનાં સિધ્ધાંતોનું સન્માન કરતા આવ્યા છીએ કરીએ જ છીએ. અમે તંત્રને સહકાર આપીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024