ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના નવીન બનેલા ચેરમેન વજીરખાન પઠાણ દ્વારા સમગ્ર રાજયમાં માઈનોરીટીના સંગઠનન મજબૂત કરવા ગુજરાતના તમામ જિલ્લાઓનો પ્રવાસ બનાસકાંઠા બાદ પાટણ ખાતેથી કરવામાં આવ્યો છે ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગતરોજ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના પ્રદેશ પ્રમુખ વજીરખાન પઠાણ, કાર્યકારી ચેરમેન ઈમ્તીયાજઅલી કાદરીની અધ્યક્ષાતામાં પાટણ જિલ્લાના માઈનોરીટી ડિપાર્ટમેન્ટના કાર્યકરોનું એક સંમેલન યોજાયું હતું.
આ સંમેલનમાં ગાંધીનગરના પૂર્વ ડેપ્યુટી મેયર યુસુફભાઈ પરમાર, પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, પ્રદેશ ઓબીસી મહામંત્રી રણજીતસિંહ ઠાકોર સહિતના આગેવાનોની સાથે સાથે જિલ્લાના માઈનોરીટી ડિપાર્ટમેન્ટના લોકો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહયા હતા. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડીપાર્ટમેન્ટનના ચેરમેન વજીરખાન પઠાણનું ખુદાબક્ષા કાજી દ્વારા બુકે, ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારે જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોરે વજીરખાન પઠાણનું ફૂલહાર, સાલ ઓઢાડયા બાદ દરગાહનું સ્મૃતિચિન્હ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો માઈનોરીટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી ચેરમેન ઈમ્તીયાજઅલી કાદરીને ભાવેશ ગોઠી અને પ્રહલાદભાઈ સોલંકીએ ફૂલહાર, સાલ ઓઢાડયા બાદ દરગાહનું સ્મૃતિચિન્હ ભેટ આપી તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખુદાબક્ષા કાજીએ જણાવ્યું હતું કે એઆઈએમઆઈએમ જેવી પાર્ટીઓ મુસ્લિમ વોટોમાં વિભાજીત કરી કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાના પ્રયત્નો કરતી હોય છે જેથી આવી પાર્ટીઓની વાતોમાં મુસ્લિમ સમાજે ન આવી કોગ્રેસના ઉમેદવારને જીતાડી કોંગ્રેસના હાથને મજબૂત કરવા આહવાન કયું હતું અને ભારતના બિન સાંપ્રદાયિક દેશમાં આવી પાર્ટીઓ આવી મુસ્લિમ લોકોને ગુમરાહ કરતી હોય છે જેથી મુસ્લિમ સમાજે આવી પાર્ટીઓને જાકારો આપી કોંગ્રેસ સાથે રહેવા અનુરોધ કર્યો હતો.
તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઈનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન વજીરખાન પઠાણે ઓવૈસીની પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી મુસ્લિમ સમાજને તેનાથી ચેતવા અનુરોધ કર્યો હતો અને કોંગ્રેસે મુસ્લિમ સમાજની સરીયતને બચાવવાની સાથે સાથે દરેક દેશવાસીઓની જેમ મુસ્લિમ સમાજને પણ અધિકારો અને હકકો આપ્યા હોવાનું જણાવ્યું હતું. અને વધુમાં ઓવૈસીની પાર્ટી સામે આકરા પ્રહારો કરી મુસ્લિમ સમાજે તેનાથી ચેતી કોંગ્રેસના હાથ મજબૂત કરી આગામી ર૦રરની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કયું હતું.