કોરોનાની સારવાર દરમ્યાન બિનજરૂરી વધેલી દવાનું એકત્રીકરણ કરી એન.એસ.એસ. યુનિટ, પાટણ દ્વારા જરૂરિયાતમંદોને પહોચાડવાનો એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

કોરોનાની મહામારી વચ્ચે સૌ સાથે મળીને પરિવાર અને રાષ્ટ્ર માટે મદદરૂપ થઈ આ મહામારીમાંથી બહાર નિકળવાનો પ્રયત્ન કરી રહયા છીએ ત્યારે સૌના સાથ સહકારથી એન.એસ.એસ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવિર્સટી દ્વારા બિનજરૂરી અને નિરુપયોગી દવાઆેના એકત્રીકરણ અર્થે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

કોવિડ-૧૯ માં જે પણ લોકો સંક્રમિત થયા બાદ સ્વસ્થ થઇ ગયા હોય તેમની પાસે વધારાની બિનજરૂરી દવાઆે પડી હોય છે, તે દવાઆેનું એકત્રીકરણ કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત એન.એસ.એસ યુનિટ સરકારી ઇજનેરી કોલેજ, પાટણ દ્વારા સમગ્ર યુનિવિર્સટીમાંથી સહુથી વધુ દવાઆેનું એકત્રીકરણ કરીને યુનિવિર્સટીમાં જમા કરવામાં આવી હતી. એન.એસ.એસ યુનિટ દ્વારા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઆેની અંદર દવા એકત્રીકરણનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં એન.એસ.એસના કુલ પપ જેટલા સ્વયંસેવકોએ પોતાના અથાક પ્રયત્ન બળે ઘરે-ઘરે જઈ દવાઆેનું એકત્રીકરણ કયુઁ હતું. ત્યારે આજરોજ પાટણ શહેરના જીવનધારા સોસાયટીના ઘરે ઘરે ફરીને કોરોના સંક્રમિત સ્વસ્થ થઈ ગયેલા દર્દીઓના ઘરે ફરીને બિન જરુરી દવાઓ એકત્રિકરણ કરતા એનએસએસ યુનિટના વિદ્યાથીઓ જોવા મળ્યા હતા. ત્યારે આ નવતર પ્રયાસમાં યુનિવસિટીના

કુલપતિ ડો. નવીન શેઠ, રજીસ્ટર ડો. કે.એન ખેર, એન.એસ.એસ પ્રોગ્રામ કોઆેડીનેટર- ડો. એ.એચ દાફડા તથા એન.એસ.એસ આેફિસ આસિસ્ટન્ટ મિથિલા બેન પટેલેએન.એસ.એસ યુનિટના આ કાર્ય બદલ અભિવાદન કરી આવકાર્યો હતા અને ભવિષ્યમાં આવા કાર્ય કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024