પાટણ શહેરના નવા બસ સ્ટેશન સાઈડ બસ સ્ટેશનના કોટની બાજુમાં ગીતાંજલીના છાપરા આવેલા છે તેમજ મુખ્ય રોડથી અંદરની બાજુએ લોકોને જવા આવવાનો રસ્તો આવેલા છે , જ્યાં છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા હોવાની બૂમરાણ ઉઠી રહી છે, અહી નકૉગાર જેવી પરિિસ્થતિ વચ્ચે લોકોને જીવવાની ફરજ પડી રહી છે, જેનું કાયમી નિરાકરણ લાવવા પાલિકા તંત્ર દ્વારા નક્કર પગલો ભરાય તેવી લોકમાંગ ઉભી થવા પામી છે.
અહી લોબા સમયથી ગટરના પાણી ઉભરાઈને તેનું ખાબોચિયું રચાયું છે અને તેના કારણે વાતાવરણ દૂષિત બની રહ્યું છે. રસ્તામાં જ ગટરના પાણી ભરાતા લોકોને માર્ગ પરથી ચાલવાની તકલીફ ભોગવવી પડી રહી છે.જેના કારણે લોકોને બસ સ્ટેશનની કમ્પાઉન્ડ વોલનીબાજુમાં સાંકડા રસ્તા પરથી પસાર થવાની ફરજ પડી રહી છે.
ચોમાસામાં વરસાદ સમયે પરિિસ્થતિ વધુ ગંભીર બને તેવી શક્યતા હોવાનું લોકો જણાવી અહીના આસપાસના રહીશ મહિલાઆેએ આ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી અહી આવી પરિિસ્થતિ હોઈ અમે કંટાળી ગયા છીએ.
દિવસે અને રાતે દુર્ગધ અને મચ્છરોના ત્રાસથી રોગચાળો થવાનો ભય અને બાળકો બિમાર થાય છે. વળી આવવા જવાનીપણ ખૂબ તકલીફ ભોગવવી પડે છે.
નગરપાલિકામાં તેમજ આ વિસ્તારના કોપોરેટરોને અનેક વખત જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા સમસ્યાનો કાયમી નિકાલ થતો નથી ત્યારે આગામી દિવસોમાં આ વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરવાની ફરજ પડે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો આ અંગે આ વિસ્તારમાં રહેતા સિદ્ઘપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આ સમસ્યા બાબતે અવાર નવાર લેખિતમૌખિક રજૂઆતો નગરપાલિકા તંત્ર સમક્ષ કરી હોવા છતાં
આ વિસ્તારમાં ગરીબ અને શ્રમજીવી લોકો રહેતા હોઈ તંત્રને આ સમસ્યા ઉકેલવામાં કોઈ રસ નહિ હોવાનું જણાવી એક પણ વખત સમસ્યાનું કાયમી નિરાકરણ નહી લાવનાર પાલિકા તંત્ર દ્વારા આ કામ બાબતે અનેક વખત ખોટા બિલો ઉતારવામાં આવ્યા હોવાનું જણાવી પાટણ પાલિકામાં વિકાસના કામોને નહી પણ ભ્રષ્ટાચારના કામોને પ્રાધાન્ય આપવામાં આવતું હોવાના આક્ષેપો પણ ધારાસભ્યે કર્યો હતા.