રામનગર એકતા સમિતિ પાટણ દ્વારા ગામના પ્રાથમિક પ્રશ્નોને લઇને પાટણ ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાત્રી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.રામનગરનો પાટણ નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યા બાદ હજુ પણ રામનગરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.ગામમાં એકપણ ઘરની સનદ નથી. જેને કારણે અહીં વસતા લોકોને કોઈપણ બેંક દ્વારા લોન આપવામાં આવતી નથી.
આ બાબતે સ્થાનિક રહીશો અને આગેવાનો દ્વારા અનેકવાર આવેદનપત્રો આપવામાં આવ્યા છે.અને ગાંધીનગર સુધી રજુઆત પણ કરવામાં આવી છે.તેમ છતાં આ સનદનો પ્રશ્ન આજે પણ યથાવત રહેવા પામ્યો છે. ચૂંટણી સમયે રામનગરમાં આવતા તમામ નેતાઓ મોટી મોટી વાતો કરે છે.પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ એક પણ નેતા આ વિસ્તારમાં ડોકાતો નથી.
ત્યારે પાટણના ધારાસભ્ય દ્વારા રાત્રી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર,નગરપાલિકાના વિરોધપક્ષ ના નેતા ભરત ભાટિયાજી,સ્થાનિક આગેવાન સોવનજી ઠાકોર, અમરતભાઈ પટેલ,જગાજી ઠાકોર, હરગોવન મકવાણા રામનગર એકતા સમિતિ સભ્યો ઉપસ્થિતિ રહી ૧૯મી ઓગસ્ટ ગુરૂવારે સવારે ૧૧ અગિયાર વાગ્યે મોટી સંખ્યા માં લોકો એકત્ર થઈ પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.