૧પમી ઓગસ્ટે ૭પમા સ્વાતંત્ર પર્વની ઉજવણી સમગ્ર દેશમાં હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી ત્યારે સામાજીક, આર્થિક અને નૈતિક મૂલ્યોનું પ્રસ્થાન કરવા મહામુલી આઝાદી માટે દેશના વીર સપૂતે બલિદાન આપ્યા છે તેઓની યાદ કરવાનો આ અમૂલ્ય અવસર હતો. ત્યારે લાયન્સ અને લીઓ કલબ પાટણ દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી દેશભકિત અને સૌર્યગીત સ્પર્ધાનું આયોજન કરી ઉગતા કલાકારોને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ કરી રહી છે
ત્યારે ચાલુસાલે પણ ૭પમાં સ્વાતંત્ર પર્વને લઈ લાયન્સ હોલ ખાતે દેશભકિત અને સૌર્યગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સ્પર્ધામાં પાટણ શહેરની જુદી જુદી શાળાઓના ૩ર જેટલા વિદ્યાર્થી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તો આ સ્પર્ધા ધો.૧ થી ૪ માટે અ વિભાગ, ધો.પ થી ૮ માટે બ વિભાગ, ધો.૯ થી ૧ર માટે ક વિભાગ અને કોલેજ અને સાંસ્કૃતિક સંસ્થાઓ માટે ઓપન વિભાગ રાખી કુલ ચાર વિભાગોમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તો અ વિભાગની પઠાણ તમન્નાએ એ વતન… એ વતન…. દેશભકિતનું ગીત ગાઈ ઉપસ્થિત તમામ મહેમાનો સહિત વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તદઉપરાંત વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ પણ પોતાનામાં પડેલી સુષુપ્ત શકિતઓને દેશભકિત અને સૌર્યગીત થતી ઉજાગર કરી હતી. તો આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને લાયન્સ કલબ ઓફ પાટણ દ્વારા સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. તો પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને ટ્રોફીઓ આપી તેઓને સન્માનિત કરી તેઓનો હોંસલો બુલંદ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે લાયન્સ કલબ ઓફ પાટણના પ્રમુખ લાયન જેસંગભાઈ ચૌધરીએ ૧પમી ઓગસ્ટના રોજ દેશભકિત અને સૌર્યગીત સ્પર્ધાનું આયોજન કરવા બદલ પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.