પાટણ : કોવિડ-૧૯ અન્વયે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

Collector Supritsingh Gulati
- Advertisement -

This browser does not support the video element.

Collector Supritsingh Gulati

કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સૌથી મહત્વની બાબતો છે ત્યારે જિલ્લામાં વધી રહેલા કોવિડ-૧૯ ના કેસોને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસિંઘ ગુલાટી (Collector Supritsingh Gulati) ના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓને ફિલ્ડમાં જઈ માસ્કના ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે લોકોમાં જાગૃતિ કેળવવા સુચના આપી.

Collector Supritsingh Gulati

આ બેઠકમાં ઉપસ્થિત પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના અધિકારીઓને જાતે ફિલ્ડમાં જઈ લોકોને માસ્કના ઉપયોગ, સામાજીક અંતર જાળવવા તથા સેનેટાઈઝરના યોગ્ય ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ કેળવવા સુચના આપી હતી. ધાર્મિક સ્થળો તથા ફેક્ટરી સહિતના કામના સ્થળોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય તે સુનિશ્ચિત કરવા સાથે રેસ્ટોરન્ટ્સ, એસ.ટી. બસમાં તથા નાના દુકાનદારો દ્વારા પણ યોગ્ય કાળજી લેવામાં આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સુચના આપી હતી.

રેસ્ટોરન્ટ્સ, બજાર, એસ.ટી. અને ગ્રામ્ય સ્તરે સંલગ્ન વિભાગો દ્વારા કોવિડ-૧૯ અંગે જનજાગૃતિ ઝુંબેશ ઉપરાંત સ્વૈચ્છીક સંસ્થાઓને પણ તેમાં જોડવા તથા કન્ટેન્ટમેન્ટ ઝોનના નિયમોનું કડક પાલન થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સુચના આપી હતી. વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર-પ્રસાર કરીને જનસામાન્ય સુધી કોરોનાની અટકાયત માટે જાગૃતિ આવે એવા પ્રયાસો કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.અલ્પેશ સાલવી, સિદ્ધપુર પ્રાંત અધિકારીશ્રી ડૉ.સુપ્રિયા ગાંગુલી, રાધનપુર પ્રાંત અધિકારીશ્રી ડી.બી.ટાંક, સિદ્ધપુર નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચંદ્રસિંહ સોલંકી તથા એ.આર.ટી.ઓ.શ્રી એસ.કે.ગામીત સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.