ફરીયાદી: એક જાગૃત નાગરીક.
આરોપી: દિપાલીબેન ડોટર ઓફ હરગોવિંદભાઇ મફતલાલ પટેલ, તલાટી કમ-મંત્રી,વર્ગ-૩,
વધાસર ગ્રામ પંચાયત ચાર્જ ભૂતીયાવાસણા ગ્રામ પંચાયત.
મુ.પો..ડીસા જી.પાટણ.

લાંચની માંગણીની રકમ:- રૂ.૫૧,૦૦૦/-
લાંચમાં સ્વીકારેલ રકમ:- રૂ.૫૧,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:- રૂ.૫૧,૦૦૦/-

ગુનો બન્યા તારીખ સ્થળ:- તા.૨૧/૦૯/૨૦૨૦ નારોજ મોજે પાટણ ખાતે પાટણ શિહોરી રોડ ઉપર, આશાપુરા પેટ્રોલપંપ પાસે, ચાની લારી ઉપર.

ભૂતિયાવાસણા ગામના ગ્રામજનોએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નાણાકીય સહાય ની માંગણી કરેલ. જે ગ્રાંટ સરકારશ્રી મા થી મંજૂર થઈ આવેલ.આ કામના ફરિયાદી એ આ કામના આરોપીને ગ્રામજનો વતી લાભાર્થિઓના મકાન સહાય મંજૂર થવા અંગેનો ઠરાવ કરી આપવા રજૂઆત કરેલ .

જે અન્વયે આ કામના આરોપીએ ફરીયાદી પાસે થી ગામલોકોના એક ફોર્મ દીઠ રૂ.૩૦૦૦/- લેખે કુલ ૪૨ લાભાર્થિઓ ના રૂ.૧,૨૬,૦૦૦/- ની માંગણી કરેલ અને તે પેટે પ્રથમ ૫૧૦૦૦/- ની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદીશ્રી આરોપીને આપવા માંગતા ન હોય તેઓએ પાટણ એસીબી ખાતે ફરિયાદ કરતા જે ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આજ રોજ રૂ.૫૧,૦૦૦/- ની લાંચ સ્વીકારી પકડાઈ જતા ગુનો કર્યા બાબત

શ્રી જે.પી.સોલંકી, પોલીસ ઇન્સપેકટર એ.સી.બી. પો.સ્ટે. પાટણ.
સુપર વિઝન અધિકારીઃ-શ્રી કે.એચ.ગોહિલ, મદદનિશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024