શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરી આયોજિત સ્વ.કીર્તિકુમાર જયસુખરામપારધીનાં સૌજન્યથી મને જાણો ’ કાર્યક્રમ અંતર્ગત લાયબ્રેરીના હોલમાં વલ્ર્ડ બેસ્ટ સેલર પુસ્તક ગાંધીજીની આત્મકથા પુસ્તક સત્યના પ્રયોગોની સમીક્ષા વિદ્વાન સાહિત્યકાર ડો.પિયુષભાઇ ચાવડા દ્વારા આગવી શૈલીમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે તેઓએ ગાંધીજીના બાળપણથી મૃત્યુ સુધીનાં જુદા જુદા પાસાઓ ઉપર પ્રકાશ પાડી તેઓએ કેવા કેવા પ્રસંગોએ માનસિક અને શારીરિક શકિત દર્શાવી ઉકેલ લાવ્યા હતાં તેનું વર્ણન કરી તેઓમાં રહેલા ગુણોને સરળ ભાષામાં સમજાવ્યા હતા. તેઓએ ગાંધીજીનાં ગુણો અત્યારે પણ આર્થિક, રાજકીય, સામાજીકતમામ ક્ષેત્રે એટલાં જ પ્રસ્તુત છે તેમ સમજ આપી હતી.
આ પ્રસંગે જાયન્સ કલબ ઓફ પાટણ દ્વારા સ્વ.લતાબેન નટવરભાઈ દરજીનાં સ્મરણાર્થ લાયબ્રેરીને નટુભાઇ દરજીના હસ્તે પ૧૦૦ / – રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું . આ પ્રસંગે પ્રમુખ ડો. શૈલેષ સોમપુરાએ લાયબ્રેરીનાં પ્રોજેકટની માહિતી આપી તમામને આવકાર્યો હતા.