ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર યુવા મોરચા અને બક્ષાીપંચ મોરચા દ્વારા ૭પમા સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલી શહેરના ત્રણ દરવાજા પાસે આવેલી ગાંધીની વાડી ખાતેથી પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલની મુખ્ય ઉપસ્થિતિ વચ્ચે પ્રયાણ કરવામાં આવ્યું હતું.
તો મોટીસંખ્યામાં નગરપાલિકાના ચૂંટાયેલા ભાજપના સદસ્યો સહિત શહેર યુવા મોરચા અને બક્ષાીપંચ મોરચાના કાર્યકરો અને હોદેદારો મોટીસંખ્યામાં આ મશાલ રેલીમાં જોડાયા હતા. તો આ મશાલ રેલી શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થતાં સમગ્ર વાતાવરણ દેશભકિતના રંગે રંગાઈ જવા પામ્યું હતું.
તો વીર શહિદોએ આપેલી કુરબાનીને આજની નવી પેઢી યાદ કરે તે માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ મશાલ રેલી બગવાડા દરવાજા ખાતે પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને હોદેદારો દવારા મશાલ રેલીનું પુષ્પગુચ્છ દવારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.