Chanasma accident

ઇકો ગાડીનું ટાયર ફાટતા થયો અકસ્માત…

અમદાવાદ થી રાધનપુર ના અબીયાણા પોતાના વતન જતાં થયો અકસ્માત…

ત્રણ વ્યક્તિના થયા મોત બે સગા ભાઈ અને એક ભાણી નુ થયું મોત…

પાટણ જિલ્લાના ચાણસ્માના કંબોઇ પાસે ઇકો ગાડીનું ટાયર ફાટકા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અન્ય પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સાંતલપુરના અબિયાણા ગામનો પરિવાર અમદાવાદ ખાતે પુત્રના લગ્ન લખીને પરત આવી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઇ છે. બે દિવસ પછી જ પુત્રના લગ્ન હતા. જ્યારે આજે સાંજે સાત વાગ્યે લગ્ન વધાવવાનું હતું.

પુત્રની લગ્નની કંકોત્રિ લખીને અમદાવાદ મુકામે થી પોતાના વતન રાધનપુર જોડે આવેલા અબિયાણા મુકામે જઈ રહ્યા હતા ત્યારે ચાણસ્મા તાલુકાના કંબોઈ એસટી સ્ટેન્ડના પાટીયા પાસે ઇકો ગાડી નું ટાયર ફાટતા અકસ્માત સર્જાતા ખુશીનો પ્રસંગ શોકમાં પલટાઇ ગયો હતો. ત્યારે ઘાયલોને વધુ સારવાર માટે ધારપુર ખસેડાયા હતા.

મૃત થયેલ ત્રણે વ્યક્તિઓને ચાણસ્મા સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા. સરકારી દવાખાને ત્રણેય વ્યક્તિઓના પી. એમ થશે ત્યારબાદ વાલીવારસોને મૃત થયેલ વ્યક્તિઓના મૃતદેહ સોંપવામાં આવશે.

મૃત વ્યક્તિઓના નામ:

(૧) ભીખાભાઈ મણાભાઈ નાઇ

(૨) સોમાભાઈ મણાભાઈ નાઈ

(૩) ભાણી સિયા નિખિલભાઇ નાઇ

ચાણસ્મા પોલીસને જાણ થતા ઘટનાસ્થળે જઇ આગળની કાર્યવાહી કરી હતી. ચાણસ્મા પીઆઇ દ્વારા આગળની કાર્યવાહી ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.