પાટણ : દુર્ગાષ્ટમીની જાયન્ટસ દ્વારા કરાઈ અનોખી ઉજવણી

જાયન્ટસ પીપલ્સ ફોઉન્ડેશન દ્વારા દુર્ગાષ્ટમીના રોજ દાતાઓના સહયોગથી કેશવવાડી બુકડી પાટણ ખાતે વિવિધ સમાજ ની ૧૦૧ દીકરીઓને મિષ્ઠાન સાથે ભોજન, પાણીની બોટલ, નાસ્તાનો ડબો, અને કુમકુમ તિલક સાથે સન્માનિત કરીને જાયન્ટસ પાટણ પરિવારે માં અંબાના નવરાત્રી પ્રસંગે બાળાઓને જમાડીને સેવાનો લાભ લીધો હતો.

જાયન્ટસ પાટણ ના ર૦૦ પ્રોજેકટ જાયન્ટસ સભ્યો ના પરિવાર, મિત્રો જેવો એ એક દાતા બનીને મિત્રતા નિભાવી છે અને જાયન્ટસ પરિવારને સહયોગ આપ્યો છે તે તમામનો આભાર વ્યકત કર્યો હતો.