Hit and Run : પાટણમાં હિટ એન્ડ રનમાં 2 ના મોત.

પોસ્ટ કેવી લાગી?

2 killed in hit and run in Patan : પાટણ શહેરમાં ગાડીચાલકની બેદરકારીને કારણે હિટ એન્ડ રનની ઘટના બની હતી, ઘટનામાં બે લોકોનાં મોત થયાં છે. રસ્તા ઉપર જઇ રહેલી ગાડી સાઈડમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઘૂસી જતાં યુવતી અને વૃદ્ધના કચડાઈ જવાથી બંનેનાં મોત થયાં હતાં.

મૃતક
1 – સહિસ્તા દાદામિયાં સૈયદ (ઉં.વ 20)
2 – દિલાવર ભાઈ રશીલ બલોચ (ઉં.વ 60)

પાટણ શહેરમાં વહેલી સવારે ગાડીચાલકની બેદરકારીને કારણે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, જેમાં બે લોકોનાં મોત થયાં છે. રસ્તા ઉપર જઇ રહેલી ગાડી સાઈડમાં આવેલી ઝૂંપડપટીમાં ઘૂસી જતાં યુવતી અને વૃદ્ઘના કચડાઈ જવાથી બંનેનાં મોત થયાં હતાં. પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર ગુરુવારે સવારે ૮ વાગ્યાની આસપાસ બેકાબૂ આવી રહેલી માર્શલ જીપના ચાલકે પોતાનો સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી રસ્તા પરથી ઊતરીને પુરઝડપે અન્નપૂર્ણા સોસાયટીની બાજુમાં આવેલી ઝુપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી.

બહાર બેઠેલા ૬૦ વર્ષના એક વૃદ્ઘ અને ઘરની બહાર બાથરૂમમાં કપ્ાડાં ધોઈ રહેલી ર૦ વર્ષની યુવતીને હડફેટે લઈ ફંગોળ્યાં હતાં. ગાડીએ અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત થયાં હતાં.બેફામ દોડી આવેલી ગાડીને જોઈ ઝૂંપડપટીના બહાર બેઠેલા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો અને ગાડીથી બચવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. ગાડી એક જ મકાનમાં ઘૂસી ઊભી રહેતાં વધુ લોકોને અડફેટે લે એ પહેલાં ઊભી રહી ગઈ હતી. ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બાબતે પોલીસને જાણ થતાં. ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

20 વર્ષની માસુમે ગુમાવ્યો જીવ, બે માસમાં જ લગ્ન લેવાના હતા.

મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલ ર૦ વર્ષની સૈયદ સાહિસ્તાબાનુ દાદુમીયાની થોડા માસ અગાઉ જ સગાઈ થઈ હતી અને આગામી બે માસમાં જ લગ્ન લેવાના હતા. ત્યારે તેનો પરિવાર લગ્નની તૈયારીઓમાં અનેક અરમાનો સાથે આયોજનમાં લાગ્યો હતો આવા સંજોગોમાં અકાળે દીકરીનું મૃત્યુ થતાં પરિવારમા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. તો ૬૦ વર્ષીય દિલાવરખાન રસુલખાન પઠાણનું પણ મોત નિપજયું હતું અને આ ઘટના સંદર્ભે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે પંદર દિવસ અગાઉ આ ઈસમો દ્વારા આ ઝુંપડા આગળ ગાડી મૂકવા બાબતે બોલાચાલી થતા તેઓએ ઝુંપડા તોડીને સળગાવી દેવાની ધમકીઓ આપી હતી.

જે સંદર્ભે આજરોજ આ ઝુંપડાઓ ખાલી કરાવવાના બદ ઈરાદે ગાડી ઝુંપડાઓમાં નાંખી જાણી જોઈને બે જણાના મોત નિપજાવ્યા હોવાના આક્ષોપો પણ કર્યા હતા. તો ગાડીમાં રીતેશ લાભુભાઈ રાવલ અને વેદ મહેશભાઈ રાવલ નામના નવયુવાનો ગાડી ચલાવતા હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું અને આ અકસ્માત સર્જી બે જણાને મોતને ઘાટ ઉતાર્યા બાદ પણ ઝુંપડપટીમાં રહેતા ગરીબ લોકોને ઘરમાંથી તલવાર લઈને મારવા આવ્યા હોવાના પણ આક્ષોપો સ્થાનિકોએ કર્યા હતા. તમને જણાવી દઈએ કે આ ઘટનાને લઇ  ‘એ’ ડિવીઝન પી.આઇ. જોનાર તેમજ સમગ્ર ઘટનાને લઇ અનસાર ભાઇ ઇનાયત હુસેન શેખે ઉપરોક્ત હક્કીક્ત સાથે વેદ રાવલ , એક અજાણ્યો શખ્સ અને રીતેષ રાવલ સામે ફરીયાદ નોંધાવતા એ ડિવીઝન પી.આઇ. પરમારે આઇ.પી.સી. કલમ 302 , 294 ( ખ ) , 506( 2) મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો કામે લગાડી છે.

તો સ્થાનિક એક ઈસમે પોલીસ સ્ટેશને આ અંગેની ફરિયાદ આપવા જતાં પોલીસે ઊંધતાઈભર્યો જવાબ આપી અમે તમારા માટે નવરા નથી. પોલીસ ઘટનાસ્થળે આવે ત્યારે ફરિયાદ આપતો તેવો જવાબ આપી તેઓને પોલીસ સ્ટેશનમાંથી કાઢી મૂકયા હોવાના પણ ગંભીર આક્ષોપો કર્યા હતા. ત્યારે વોર્ડ નં.૯માં બનેલી આ ઘટનાને લઈ ભાજપના ત્રણમાંથી એકપણ કોર્પોરેટર મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવા ડોકાયો ન હોવાનું જોવા મળ્યું હતું.

ત્યારે વોર્ડ નં.૧૦ના મહંમદહુસેન ફારુકીએ ઘટના સ્થળે જઈ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને આ ઘટનાની જાણ વોર્ડ નં.૯ના અપક્ષાના ઉમેદવાર ડૉ.નરેશ દવેને કરાતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તો આ ઘટનાની જાણ શહેરમાં વાયુવેગે ફેલાતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures