જાયન્ટસ પિપલ્સ ફાઉન્ડેશન સંચાલિત જાયન્ટ્સ પાટણ પરિવારના ઉપક્રમે અનુસૂચિત જાતિ સમાજની દિકરીઆેને ભોજન પીરસવાનો એક અનોખો સેવાકીય પ્રોજેક્ટ પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણાની અધ્યક્ષતામાં શહેરના જુનાગંજ વિસ્તારમાં આવેલ નંદાપરાની ખડકીમાં યોજવામાં આવ્યો હતો.

જાયન્ટસ પાટણના ઉત્સાહી પ્રમુખ નટવરભાઈ દરજીના આયોજન અને નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રોજેક્ટ નંબર ૬ર અને ૬૩ અંતર્ગત સ્વ.જયંતીલાલ નરોત્તમદાસ વાઘેલા (દરજી)ની પુણ્યતિથિ નિમિત્તે યોગેશ જે. દરજીના સૌજન્યથી નંદાપુરા વિસ્તારની પ૦ દીકરીઆેને ભોજન આપીને સ્ટીલની પ્લેટોનું વિતરણ જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કોરોના મહામારીના વિકટ સમયમાં પાટણ શહેરમાં દર્દીઆે માટે આેિક્સજનની બોટલોની સેવા સાથે વિવિધ સેવાકીય પ્રવૃિત્ત કરતી વિલાજ ગ્રુપ, અર્ધનારેશ્વર મહાદેવ સેવા કેમ્પ, ગુણવંતા હનુમાન સેવા કેમ્પ, આશરો સંસ્થા અને આશીર્વાદ ફાઉન્ડેશનની સેવાકીય કામગીરીરૂપે તેના પ્રતિનિધિઆેનું પણ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ટાઉન પ્લાનર તરીકે બઢતી મેળવીને ફરજ બજાવતા વિનોદભાઈ જોશીનું પણ જાયન્ટસ પ્રમુખ નટુભાઇ દરજીના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જાયન્ટસ પાટણની સેવાકીય પ્રવૃિત્તઆે અને અનુસૂચિત જાતિ વિસ્તારની કન્યાઆેને ભોજન આપવાના પ્રોજેક્ટને આવકારતા પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન વિજયકુમાર મકવાણાએ જણાવ્યું હતું કે પાટણમાં કોરોના મહામારીના વિકટ સમય દરમિયાન સ્વૈચ્છીક સંસ્થાઆે અને સેવાભાવી વ્યિક્તઆેની માનવતાની ભાવના સાથેની કામગીરી ખૂબ જ અભિનંદનીય રહી છે.

જેમાં પાટણ જાયન્ટ્સ પરિવારની સેવાકીય કામગીરી ઉડીને આંખે વળગે તેવી રહી છે. જાયન્ટસ સંસ્થાના પ્રમુખ નટુભાઈ દરજીએ ત્રણ મહિનામાં જ ઘણા બધા સેવાકીય પ્રોજેકટ કર્યા છે તે તેમની સેવાની ઉમદા ભાવના બતાવે છે.

આવી સંસ્થાઆે સરકારની સાથે રહીને સમાજના વિકાસમાં બહુ મોટું યોગદાન આપતી રહી છે એટલુ જ નહી પાટણ જાયન્ટ્સ પરિવારે અનુસૂચિત જાતિ સમાજની દિકરીઆેને ભોજન આપવાનો પ્રોજેક્ટ કરીને સાચા અર્થમાં સામાજિક સમરસતાનું પ્રેરણારૂપ કામ કયુઁ છે. આ માટે દાતા પરિવાર, નટુભાઇ દરજી અને તેમની સમગ્ર ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા આેછા છે.

સમાનતા અને સામાજિક સમરસતાની ભાવનાથી જ દેશ મજબૂત બની શકશે. આજનો આ પ્રસંગ ખૂબ જ પ્રેરણાદાયી બની રહેશે. આજે પાટણમાં મારી ઉપિસ્થતમાં સમાજની દિકરીઆેને ભોજન આપવાના કાર્યક્રમનું આયોજન થયું છે તેને હું મારું સદભાગ્ય માનું છું. સમાજમાં સારી કામગીરી કરનાર કર્મનિષ્ઠ વ્યિક્તઆેનું પણ સન્માન કરીને આ સંસ્થાએ એક દાખલો બેસાડ્યો છે. તેમણે જાયન્ટ્સ પરિવારના આ સેવાકીય પ્રોજેકટને અભિનંદનીય ગણાવ્યો હતો.

આ પ્રસંગે નંદાપુરાની ખડકીમાં ઉત્સવ જેવો આનંદમય માહોલ રચાયો હતો અને મહોલ્લાની દિકરીઆેએ ગરબે રમવાનો લહાવો લીધો હતો. જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ સહિત જાયન્ટસના પ્રમુખ નટુભાઈ દરજી પણ સૌની સાથે મુક્ત રીતે ગરબે રમ્યા હતા.

આ પ્રસંગે કાર્યક્રમના દાતા નરેશભાઈ વાઘેલા, વિનોદભાઈ જોશી, પ્રમુખ નટવરભાઈ દરજી, મંત્રી પ્રહલાદભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ ઉવલ પટેલ, રાજુભાઇ પટેલ, દિલીપભાઈ ખમાર, ઝોન આેફિસર કિરીટ ગાંધી, ગોપાલ રાજપૂત, યોગેશ સીલંકી, મૌલિક દરજી, ભાવેશ મોદી, દિનેશ પ્રજાપતિ વિગેરે ઉપિસ્થત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024