હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી પાટણ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત વિધાર્થી હિતનો એક આવકાર્ય નિર્ણય લઈને એનરોલમેન્ટ રદ થઈ ગયા હોય એવા જુના સેમેસ્ટર સિસ્ટમ શરૂ થયા વખતના જે વિધાર્થીઆે બાકી રહી ગયા હતા એમના માટે પરીક્ષા આપવાની એક તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગેની માહિતી આપતા પરીક્ષાા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું કે વર્ષ ર૦૧૦-૧૧ માં નવી સેમેસ્ટર સિસ્ટમ દાખલ થઇ હતી તે સમયે અનેક જુના વિધાર્થીઆે યુનિવિર્સટીના નિયમને અનુલક્ષીને પરીક્ષા આપી શકયા ન હતા. આ અંગે કેટલાક વિધાર્થીઆેની માંગણી ધ્યાને લઇને તેમજ તેમની કારકિદીના હિતમાં વિચારીને યુનિવિર્સટી દ્વારા જૂનો બેકલોક પરીક્ષા આપી શકે તેવો નિર્ણય લેવાયો છે. એટલે કે, વર્ષ ર૦૧૧ પહેલાના છાત્રોને પરીક્ષા આપવાની તક મળી શકશે.
નિયમ મુજબ સ્નાતક કક્ષાએ ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં સેમ-૧ પછી છ વર્ષ પછી અને અનુસ્નાતક કક્ષાએ બે વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધાના ૪ વર્ષ સુધી જ વિધાર્થીઆે પરીક્ષા આપી શકે, પછી તેમનો એનરોલમેન્ટ નંબર રદ થઈ જાય.
જોકે, પરીક્ષા માટેની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ હોય તેવા વિધાર્થીઆે માટે ફરીથી પરીક્ષા આપી શકાય તેવી જોગવાઈ કરીને આેગષ્ટ ર૦૧૯માં આવા ત્રણ હજાર જેટલા વિધાર્થીઆેને ફરીથી પરીક્ષા આપવાની તક આપવામા આવી હતી જ્યારે આગામી સમયમાં જુદા જુદા ફેકલ્ટીની ૧૬૬ જેટલી પરીક્ષાઆે લઈને વિધાર્થીઆેને તેમાં બેસવાની તક આપવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં ફોર્મ ભરવાનો પરિપત્ર કરવામાં આવવાનું પણ જણાવ્યું હતું.