પાટણ : આમ આદમી પાર્ટીના સ્થાપકના જન્મદિનની કરાઈ ઉજવણી

પાટણ જિલ્લામાં રાજકીય પાર્ટીઓના આગેવાનોના પ્રસંગોપાત આવતાં જન્મદિવસ કે પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે વિવિધ લોકોપયોગી અને સેવાકીય કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના સ્થાપક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પ૪મા જન્મદિનને લઈ સમગ્ર દેશભરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રકલ્પો દ્વારા તેઓના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારે પાટણ જિલ્લા, તાલુકા અને શહેર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અરવિંદ કેજરીવાલના જન્મદિનની ઉજવણીના ભાગરુપે પાટણ સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ફ્રુટ વિતરણ કરીને તેઓના જન્મદિનની ઉજવણી કરી હતી. ત્યારે પાટણ શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના સ્થાપકના જન્મદિનને લઈ વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે તેઓના જન્મદિનની ઉજવણી કરવામાં આવી રહી છે

ત્યારે અરવિંદ કેજરીવાલ આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં બહુમતી મેળવી સત્તા હાંસલ કરે તેવી પ્રાર્થના સાથે તેઓનું આરોગ્ય સારુ રહે અને દેશની વધુમાં વધુ સેવા કરે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી અને સારવાર લઈ રહેલા દર્દીઓનું પણ જલ્દીથી સ્વાસ્થ્ય સારુ થાય અને તેઓ પોતાના નિવાસસ્થાને પરત ફરે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.

તો અરવિંદ કેજરીવાલના જન્મદિનને લઈ ગ્લોબલ વોમિંગની અસરને નાથવા અને શહેરીજનોમાં વૃક્ષાોનું મહત્વ સમજાય તે માટે આનંદ સરોવર ખાતે અરવિંદ કેજરીવાલના પ૪મા જન્મદિનને લઈ પ૪ જેટલા વૃક્ષાોનું વૃક્ષાારોપણ કરવામાં આવ્યું હતું. અને આ તમામ વૃક્ષાોનું જતન અને સંવર્ધન થાય તે માટેની જવાબદારી પણ તેઓએ સ્વીકારી હોવાનું પાટણ તાલુકા આપ ના પ્રમુખે જણાવી વધુ માહિતી આપી હતી.