15 August

14 ઓગસ્ટની રાત્રે આ તમામ 2500 ગામોમાં બંધારણના આમુખનું સન્માન અને જાહેરમાં વાંચનનો સમારંભ હજ્જારો લોકોની હાજરીમાં યોજવામાં આવ્યો.

દેશની આઝાદીના 75 વર્ષ પુરા થાય તે પહેલા મનુના પૂતળાંને હટાવવાની માંગ સાથે વિવિધ સંગઠનો દ્વારા જયપુર ખાતે ત્રણ બહેનો દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાજસ્થાન્ના મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવી આગામી 15 ઓગસ્ટ 2022 પહેલા મૂર્તિને હટાવવા માંગણી કરવામાં આવેલ છે. અને ત્રણ વાંદરાની મૂર્તિ, મનુની મૂર્તિને ઢાંકવા કફન અને દોરડું જયપુરના ડીસીપીને આવેદનપત્રના સ્વરૂપે આપવામાં આવેલ હતું.

દેશની આઝાદીના 75 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પુરા થવા નિમિતે દેશભરમાં અમૃત મહોત્સવનું આખું વર્ષ ઉજવણી કરવાનું આયોજન છે. ત્યારે આઝાદીને 75 વર્ષ પુરા થાય તે પહેલાં બંધારણ અને આઝાદીના અપમાન સમાન મનુનું પૂતળું હટાવવાની માંગ સાથે દેશના વિવિધ દલિત સંગઠનો દ્વારા દેશના જુદા જુદા રાજયોમાં આજે 14મી ઓગસ્ટની રાત્રે બંધારણના આમુખનો સન્માન અને વાંચન સમારંભ તથા 15મી ઓગસ્ટના રોજ સવારે ધ્વજવંદન ફરકાવવાનો કાર્યક્રમ ગુજરાત સહીત 15 રાજ્યોના 2500 ગામડાઓમાં યોજવામાં આવ્યો હતો

ભારતીય બંધારણે આપેલા મૂળભૂત અધિકારોમા સમાનતાના હક્કના ભાગરૂપે આવતીકાલે 15મી ઓગસ્ટના દિવસે ગુજરાત સહિત દેશના 15 રાજયોના 2500 ગામડાંઓમાં મહિલાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

નવસર્જન ટ્રસ્ટના નિયામક માર્ટિનભાઈ મેકવાનના વડપણ અને માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન હાઇકોર્ટના પ્રાંગણમાં રહેલા મનુના પુતળાના વિરોધમાં આ કાર્યક્રમો યોજાવામા આવ્યો હતો.

ભારત દેશ એ લેખિતમાં રચાયેલ બંધારણ મુજબ ચાલે છે, બંધારણને સમજવાની મુખ્ય ચાવી તે આમુખ છે, જેમાં ભારતના લોકોની આશા અને આકાંક્ષાઓ વ્યક્ત કરાઈ છે, બંધારણ કેવું હશે અને તેમાં લોકોને કેવાં હક અને અધિકારોની ખાત્રી તેમજ માનવ ગૌરવ, બંધુતા વિક્સવાની ભાવના વ્યક્ત કરાઈ છે. જે લોકો સમજે, લોકોમાં જાગૃતિ આવે તે માટે બંધારણના આમુખનો ગુજરાત રાજ્યના એક હજાર ગામો સહીત દેશના 15 રાજ્યોના ગામો મળીને અંદાજે 2500 ગામોમાં બંધારણના આમુખનું સન્માન અને વાંચનનો કાર્યક્રમ 14 ઓગસ્ટ 2021ના રોજ રાત્રે રાખવામાં આવ્યો હતો.

15 રાજ્યના 2500 ગામમાં જાહેર જગ્યામાં લોકોની હાજરી વચ્ચે જાહેર કાર્યક્રમમાં આમુખનું ફુલહારથી સન્માન અને આમુખનું જાહેરમાં લોકો વચ્ચે વાંચન કરવામાં આવ્યું હતું તેમજ આ સમયે બંધારણીય જોગવાઈઓની ચર્ચા, બંધારણીય જોગવાઈઓની માહિતી પણ આપવામાં આવેલ હતી લોકોમાં અને ખાસ બાળકોમાં બંધારણનો પ્રસાર અને પ્રચાર કરવામાં આવ્યો હતો.પાટણ જિલ્લા ના તમામ તાલુકાઓના ૮૦ ગામો મા બહેનો ના હાથે ધ્વજવંદન ૧૭૦ ગામો માં આમુખ વાંચન કાર્યક્ર્મ કરવામાં આવ્યા કાર્યક્ર્મ ૧૫૦૦ બહેનો ૧૦૦૦ યુવાનો અને ૫૦૦૦ હજાર થી વધારે બાળકો જોડાયા આ કાર્યક્રમમાં નવસર્જન ટ્રસ્ટ, દલિત શક્તિ કેન્દ્ર સહિત રાષ્ટ્રના વિવિધ સંગઠનો જોડાયેલ હતા તેમ નરેન્દ્રભાઇ પરમારની અખબારી યાદી જણાવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024