રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિ વર્ષ જૂન માસનાં નવા સત્રની શરૂઆત થતાંની સાથે જ નિયત કરાયેલી રાજ્યભરની સરકારી શાળાઆેમાં વિદ્યાથીઆેને ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નિ:શુલ્ક પુસ્તકો વિતરણ કરવામાં આવે છે.

જે અનુસંધાને પાટણ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાંની સાથે જ ધોરણ નવથી ૧૧ નાં વિદ્યાથીઆેને વિવિધ વિષયોનાં પુસ્તકોની નિ:શુલ્ક ફાળવણી કરવા માટે પુસ્તકોનો સ્ટોક પાટણની સરકારી કે.કે.કન્યા વિદ્યાલય ખાતે એકત્રિત કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ દ્વારા જૂન ર૦ર૧-રરનાં નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-૯થી ૧રનાં વિદ્યાથીઆેને વિવિધ વિષયનાં પુસ્તકોનું નિશુલ્ક વિતરણ કરવા માટે હાલમાં પાટણની કે.કે.કન્યા વિદ્યાલય ખાતે ૮૦ હજારથી વધુ પુસ્તકોનો સ્ટોક ઉતારવામાં આવ્યો છે. આ પુસ્તકો પાટણ તાલુકાની હેમ.એસ.સી.વી.સી.ની ૪૪ શાળાઆેમાં આપવામાં આવશે.

આ ઉપરાંત જિૡાના હારીજ, રાધનપુર અને સિધ્ધપુર તાલુકાઆેમાં પણ સરકારી શાળાનાં વિદ્યાથીઆેને તેનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે. હાલમાં કે.કે.કન્યા વિદ્યાલય ખાતે ધોરણ ૧૦નાં વિષયનાં પુસ્તકોનોસ્ટોક ઉતારવામાં આવ્યો છે. જેમાં સમાજવિદ્યા અને સંસ્કૃત વિષયના પુરાકોનો સ્ટોક આગામી સમયમાં સરકાર દ્વારા ફાળવવામાં આવશે. જ્યારે ધોરણ ૧૧માં ગુજરાતી અને સમાજ શાસ્ત્રના વિષયને બાદ કરતાં તમામ વિષયનાં પુસ્તકોની ફાળવણી કરવામાં આવી છે .

પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાટણ જિૡામાં ચાર સ્થળોએ પુસ્તકોની ફાળવણી માટે ૮૦ હજારથી વધુ પુસ્તકો આપવામાં આવ્યા છે. તો ધોરણ નવનાં પુસ્તકો વિદ્યાથીઆેને ઘરે બેઠા નિ:શુલ્ક આપવામા આવશે તેવું પાટણ જિલ્લા શિક્ષણ વિભાગનાં સુત્રોએ જણાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024