પાટણ જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરે ત્રાસવર્તાવ્યા બાદ છેૡા કેટલાક મહિનાઓથી કોરોનાના નામની શાંતિ પ્રવતી રહી છે અને સૌ હળવાશ અનુભવી રહ્યા છે .

જો કે ત્રીજી લહેરની ચર્ચાઓ અને ચિંતાઓ થઈ રહી છે પરંતુ હાલમાં કોરોનાની કોઈ જ લહેર દેખાતી ન હોઇ લોકો મુક્તમને નવરાત્રી મહોત્સવનો આનંદ માણી રહ્યા છે અને દિવાળીના પર્વ ને અનુલક્ષીને બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે . પાટણ જિલ્લામાં કોવિડ -૧૯ અંતર્ગત અત્યાર સુધીમાં જિૡામાં કુલ ૧૦૬૬૧ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂકેલા છે .

જોકે , છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના વાયરસે વિદાય લીધી હોય એમ એકપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી . પાટણ જિલ્લામા છેલ્લે ર૮ જૂન ર૦ર૧ ના રોજ સાંતલપૂર તાલુકાના દાત્રાણા ગામમાં કોરોના પોઝીટીવનો છેલ્લો કેસ નોંધાયો હતો.

ત્યારબાદના અઢી મહિનામાં ૧૩ ઓક્ટોબર ર૦ર૧ સુધીના સમયમાં કોરોના પોઝીટીવનો નવો એકપણ કેસ સામે આવેલ નથી . આમ છતાં, પાટણ જિલ્લાઆરોગ્યતંત્ર દ્વારા દરરોજ નિયમિત રીતે કોરોનાના આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024